ટોપ ન્યૂઝનેશનલ

જમ્મુ કાશ્મીર: બિન-કાશ્મીરીઓ પર ફરી હુમલો ! અનંતનાગમાં મજૂરો પર ફાયરિંગ

Text To Speech

જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદીઓએ ફરી એકવાર બિન-કાશ્મીરીઓને નિશાન બનાવ્યા છે. આતંકવાદીઓએ અનંતનાગમાં વિદેશી મજૂરો પર ગોળીબાર કર્યો હતો. જમ્મુ-કાશ્મીર પોલીસે આ અંગે ટ્વીટ કરીને જણાવ્યું હતું કે અનંતનાગના રાખ-મોમીન વિસ્તારમાં આતંકવાદીઓએ બે બહારના મજૂરોને ગોળી મારીને ઘાયલ કરી દીધા હતા.

પોલીસે જણાવ્યું કે બંને ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે. જ્યાંથી તે બન્નેને SDH બિજબેહરામાં રિફર કરવામાં આવ્યા હતા. આ વિસ્તારમાં આતંકીઓની શોધખોળની કામગીરી સુરક્ષાદળો કરી રહ્યા છે. આતંકીઓએ કરેલા ફાયરિંગમાં જે લોકો ઘાયલ થયા છે તે લોકોની ઓળખ છોટા પ્રસાદ  અને ગોવિંદ નામના વ્યક્તિ તરીકેની થઈ છે. ઘાયલ બન્ને વ્યક્તિ મૂળ ઉત્તરપ્રદેશના ગોરખપુરના રહેવાસી છે. હાલ બન્ને ઘાયલોની હાલત સ્થિતર હોવાનું હોસ્પિટલના તબીબોએ જણાવ્યું છે.

પત્રકારોને ધમકી આપવા બદલ કેસ નોંધાયો

આ સિવાય પોલીસે કાશ્મીરમાં પત્રકારોને ધમકાવવા બદલ લશ્કર-એ-તૈયબા અને તેની શાખા TRFના હેન્ડલર્સ વિરુદ્ધ કેસ નોંધ્યો છે. શ્રીનગર પોલીસે ટ્વિટ કરીને માહિતી આપી છે કે શેરગારી પોલીસ સ્ટેશનમાં UAPA અને IPC હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.

પોલીસે ટ્વીટ કર્યું કે, “આતંકવાદી સંગઠન લશ્કર અને તેના શાખાના TRF ઓપરેટરો, સક્રિય આતંકવાદીઓ અને OGW વિરુદ્ધ કાશ્મીરમાં પત્રકારોને સીધા જ ધમકીભર્યા પત્રના ઑનલાઇન પ્રકાશન અને પ્રસાર માટે કેસ નોંધવામાં આવ્યો છે. આ કેસ શેરગારી પોલીસ સ્ટેશનમાં નોંધવામાં આવ્યો છે.”

Back to top button