દેશની રાજધાની દિલ્હી અને એનસીઆર વિસ્તારમાં આજે શનિવારે સમી સાંજે ફરી એકવાર ભૂકંપનો આંચકો અનુભવાયો છે. સાંજે 8 કલાકે ભુકંપ આવ્યાનું જાણવા મળ્યું છે. ત્યારે તે કેટલી તિવ્રતાનો હતો ? તેનું કેન્દ્રબિંદુ શું હતું ? તે હજુસુધી સત્તાવાર રીતે જાણવા મળ્યું નથી. પરંતુ આ અઠવાડિયામાં ભુકંપનો આ બીજો આંચકો આવ્યો છે જેના કારણે લોકોમાં ભય વ્યાપી ગયો છે.
An earthquake of magnitude 5.4 occurred in Nepal, at around 7:57pm, today. The depth of the earthquake was 10 km below the ground: National Center for Seismology pic.twitter.com/jPWufGevKX
— ANI (@ANI) November 12, 2022
ત્રણ દિવસ પહેલા પણ 6.3 ની તીવ્રતાનો આંચકો આવ્યો હતો
ઉલ્લેખનીય છે કે, દેશના પાટનગર દિલ્હી અને નેપાળ બોર્ડરના વિસ્તાર પાસે મોડી રાત્રે 2 ના સમયગાળા દરમિયાન ભૂકંપના આંચકાનો અનુભવ થયો હતો. આ ભૂકંપની તિવ્રતા 6.3 રિક્ટરસ્કેલ હોવાનું જાણવામાં આવ્યું હતું. દિલ્હી ઉપરાંત નેપાળમાં પણ ભૂકંપનો અનુભવ થયો હોવાનું જાણવા મળ્યું હતું. જેમાં આશરે 6 લોકોના મોત થયા હતા. દિલ્હીના ઘણા વિસ્તારોમાં રાત્રે લગભગ 1.57 વાગ્યે આ ભૂકંપના આંચકાથી લોકો અચાનક જાગી ગયા હતા. લોકો ગભરાઈને ઘરોની બહાર નીકળી ગયા હતા. જો કે ભૂકંપના કારણે દિલ્હી-એનસીઆરમાં કોઈ જાનહાનીના અહેવાલ મળ્યા નથી. સિસ્મોલોજી સેન્ટર અનુસાર, તેનું કેન્દ્ર નેપાળ સરહદ નજીક ઉત્તરાખંડના પિથોરાગઢ જિલ્લાના 90 કિમી દક્ષિણપૂર્વમાં હતું.