ઉત્તર ગુજરાતચૂંટણી 2022

બનાસકાંઠા : કોંગ્રેસમાંથી રાજીનામું આપનાર તમામ આગેવાનોની ઘર વાપસી

Text To Speech
  • ડીસામાં સંજય રબારીને ઉમેદવાર જાહેર કર્યા બાદ નારાજ થઈ આપ્યા હતા રાજીનામા
  • જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ, ડીસા નગરપાલિકાના બે પૂર્વ પ્રમુખો
  • જિલ્લા પંચાયત સદસ્યો સહિત 15 આગેવાનોની કોંગ્રેસમાં પરત એન્ટ્રી

પાલનપુર: ડીસા વિધાનસભામાં કોંગ્રેસના ઉમેદવાર તરીકે પૂર્વ ધારાસભ્ય ગોવાભાઇના પુત્ર સંજય રબારીને ટિકિટ અપાતા પક્ષમાંથી નારાજ થઈ રાજીનામનું આપનાર બનાસકાંઠા જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ, ડીસા નગરપાલિકાના બે પૂર્વ પ્રમુખો, જિલ્લા પંચાયત સદસ્યો સહિત 15 આગેવાનોએ રાજીનામાં આપ્યા હતા. જોકે પક્ષે તેમના રાજીનામાનો અસ્વીકાર કરી તેમને મનાવી લઈ આજે કોંગ્રેસ પક્ષમાં પુનઃ પ્રવેશ આપ્યો હતો.

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસે તેની પ્રથમ યાદી જાહેર કરી ત્યારે ડીસા વિધાનસભા બેઠક માટે કોંગ્રેસના ઉમેદવાર તરીકે પૂર્વ ધારાસભ્ય ગોવાભાઇ રબારીના પુત્ર સંજય રબારી ને ટિકિટ આપી હતી. ડીસા બેઠક પર છેલ્લા કેટલાય સમયથી ગોવાભાઇ રબારીને કોંગ્રેસે ઉમેદવાર બનાવ્યા હતા. ત્યારે આ ચૂંટણીમાં કોંગ્રેસના આગેવાનોએ એક જૂથ થઈ ઠાકોર સમાજને અથવા અન્ય સમાજને ટિકિટ આપવામાં આવે તેવી માંગ કરી હતી. જોકે કોંગ્રેસ પક્ષે ફરીથી ગોવાભાઇ દેસાઈના પુત્ર સંજય રબારીને ટિકિટ આપતા તમામ આગેવાનો નારાજ થયા હતા. જેમાં જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ પીનાબેન ઘડિયા, ડીસા નગરપાલિકાના પૂર્વ પ્રમુખ વિપુલભાઈ શાહ, કૈલાસબેન શાહ, જિલ્લા પંચાયતના પૂર્વ સદસ્ય પોપટજી દેલવાડીયા,જિલ્લા પૂર્વ યુવા પ્રમુખ સાગર રબારી, રબારી સમાજના આગેવાન નરસિંહભાઈ દેસાઈ સહિત 15 જેટલા આગેવાનોએ જિલ્લા કોંગ્રેસ કાર્યાલય જઈ પોતાના રાજીનામાં ધરી દીધા હતા.

આ પણ વાંચો : UK કેબિનેટમાં પહેલા કરતા વધુ ભારતીય મૂળના મંત્રી, ઋષિ સુનકનો પણ ઉલ્લેખ

જોકે કોંગ્રેસ મોવડી મંડળ અને જિલ્લા કોંગ્રેસ સમિતિએ છેલ્લા કેટલાક દિવસોથી તેઓ સાથે મંત્રણાઓ કરી સમજાવટ કરી તેમને પરત કોંગ્રેસમાં જોડાવા જણાવ્યું હતું .જેથી આ તમામ આગેવાનોએ આજે જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે જઈ ફરીથી કોંગ્રેસનો ખેસ ધારણ કર્યો હતો અને જિલ્લાની તમામ બેઠકો પર કોંગ્રેસના ઉમેદવારોને વિજય અપાવવા સંકલ્પ કર્યો હતો.

Back to top button