ગુજરાત સૌરાષ્ટ્રના નારાજ ધારાસભ્યએ ભાજપ માંથી આપ્યું રાજીનામું
ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે ભાજપે 166 ઉમેદવારોના નામ જાહેર કરી દીધા છે. ત્યારે અગાઉ ભાજપે 160 જેટલા ઉમેદવારોના નામની જાહેરાત કરી હતી, જે બાદ આજે વધુ 6 નામ જાહેર કરવામાં આવ્યા છે. ત્યારે જાહેર થયેલા ઉમેદવારોની યાદીમાં કેટલાય નેતાઓના પત્તા કપાતા નારાજગી જોવા મળી રહી છે તે સાથે જ ભાજપમાં અસંતોષ પણ જોવા મળ્યો છે. આ દરમિયાન કેશોદના પૂર્વ ધારાસભ્ય અરવિંદ લાડાણીએ ભાજપમાંથી રાજીનામું આપી દીંધુ છે.
આ પણ વાંચો: અગાઉ ભાજપના નેતા એવું કહેતાં હતા ફોન આવ્યો અને આજે નામ કપાઈ ગયું, જાણો શું છે રસપ્રદ કિસ્સો
પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલને પત્ર લખ્યો
કેશોદ બેઠકના પ્રબળ દાવેદાર અરવિંદ લાડાણીને આ વખતે પણ હતું કે તેમને ટિકિટ મળી જશે પણ ભાજપ દ્વારા તેમની પંસદગી કરવામાં નહીં થતા તેમણે અપક્ષ માંથી ચૂંટણી લડવાનો નિર્ણય લીધો છે. જે અંગે તેઓએ પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલને પત્ર લખ્યો હતો , અને લાંબા સમયથી પાર્ટી સાથે જોડાયેલ તેમજ કેશોદના પ્રબળ દાવેદાર હોવા છત્તા પંસદગી નહીં થતા નારાજગી વ્યક્ત કરી હતી અને પાર્ટીમાંથી મુક્ત કરવાની વિનંતી કરી હતી.