ધર્મ

શું છે શનિની પનોતી અને ઢૈયા, જાણો તેના ઉપાયો

જ્યોતિષશાસ્ત્ર અનુસાર શનિને સૌથી ધીમો ગ્રહ માનવામાં આવે છે. શનિ દેવને દંડ અને ન્યાયના દેવ માનવામાં આવે છે. શનિ દેવ સારાને સારું અને ખરાબ કર્મોના ખરાબ ફળ આપે છે. શનિની સાડા સાતી અને ઢૈયા(અઢી વર્ષનો સમય)થી સૌ કોઈ લોકો ડરે છે. સાડા સાતી અને ઢૈયા લોકોનું જીવનમાં ઉથલ -પાથલ મચાવી દે છે. જ્યોતિષશાસ્ત્ર અનુસાર શનિ રાશિ પરિવર્તન પછી કેટલીક રાશિમાં ઢૈયાનો(અઢી વર્ષનો સમય) પ્રભાવ શરૂ થાય છે. તો કેટલીક રાશિને તેમાંથી મુક્તિ મળે છે.

શનિની સાડા સાતી અને ઢૈયાની ગણતરી 

જ્યોતિષ અનુસાર સાડા સાતી 7.5 વર્ષની હોય છે . શનિની સાડા સાતી કુલ ત્રણ તબક્કામાં વહેંચાયેલી હોય છે (2.5+2.5+2.5). શનિ જે રાશિમાં હોય ત્યાંથી બીજી અને બારમી રાશિમાં સાડા સાતી હોય છે. શનિ જે રાશિમાં છે તેથી ચોથી અને આઠમી રાશિમાં ઢૈયા માનવામાં આવે છે.

આ પણ વાંચો : ક્યારે છે કાલ ભૈરવ જયંતી જાણો સાચી તારીખ અને તિથિ !

આ રાશિઓ પર પડશે ઢૈયા(અઢી વર્ષનો સમય)નો પ્રભાવ 

મિથુન

જ્યોતિષ ગણના મુજબ 17 જાન્યુઆરી 2023થી શનિ માર્ગી થવાથી શનિ ઢૈયાથી મુક્તિ મળશે. કેમ કે 17 જાન્યુઆરી 2023ના શનિ કુંભ રાશિમાં આવવાથી કર્ક અને વૃષિક રાશિ પર ઢૈયા શરુ થઇ હતી.

ધન

જ્યોતિષ ગણના મુજબ 17 જાન્યુઆરી 2023થી ધન રાશિના જાતકોને સાડા સાતીથી મુક્તિ મળશે.

કુંભ

કુંભ રાશિના જાતકોની 24 જાન્યુઆરી 2020માં શરુ થયેલી સાડા સાતી 23 ફેબ્રુઆરી 2028માં મુક્તિ મળશે.

શું છે શનિની પનોતી અને ઢૈયા, જાણો તેના ઉપાયો - humdekhengenews

મીન

29 એપ્રિલ 2022ના રોજ શનિ કુંભ રાશિમાં પ્રવેશ કરવાથી મીન રાશિમાં સાડા સાતી શરુ થઇ હતી જે 17 એપ્રિલ 2030 સુધી રહેશે.

મકર

જ્યોતિષ ગણના મુજબ 26 જાન્યુઆરી 2017 થી મકર રાશિમાં શનિ સાડા સાતી શરુ થઇ હતી જે 29 માર્ચ 2025સુધી રહશે.

સાડા સાતી અને ઢૈયાના મહત્વ

દરેક વ્યક્તિના જીવનમાં સાડા સાતી ત્રણ વાર આવે છે અને ઢૈયાની અસર અઢી વર્ષ રહે છે. સાડા સાતી અને ઢૈયાના કારણે માનસિક અને શારીરિક સમસ્યાઓનો સામનો કરવો પડે છે. જ્યોતિષશાસ્ત્ર અનુસાર અસહાય અને ગરીબ લોકોનો પરેશાન કરવાથી શનિ દેવ ક્રોધિત વધુ થાય છે.

આ પણ વાંચો : બ્લુ ટિક મુદ્દે એલન મસ્કે બદલ્યો નિર્ણય : હવે આવશે નવી વ્યવસ્થા 

સાડા સાતી અને ઢૈયાના ઉપાય

સાડા સાતી અને ઢૈયાના ખરાબ પરિણામોથી બચવા માટે શનિ દેવાને પ્રસન્ન રાખવા જોઈએ. તેમણે પ્રસન્ન રાખવા માટે જ્યોતિષશાસ્ત્રમાં અનેક ઉપાયો દર્શાવેલા છે.

  1. શનિવારે શનિ મંદિરમાં જઈ શનિની ચાલીસાનો પાઠ કરવો અને સરસોના તેલનો શનિ પ્રતિમા સામે દીવો કરવો.
  2. શનિવારના દિવસે શનિ મંદિરમાં જઈ હનુમાન ચાલીસાનો પઠ કરવો અને હનુમાનજીને લાડુનો ભોગ ધરાવવો.
  3. શનિ દોષથી મુક્તિ મેળવવા શનિવારના દિવસે ગરીબ અને અસહાય લોકોને કાળા કપડાં, કાળા તલ અથવા તો કાળા ચણાનું દાન આપવું.
  4. પ્રત્યેક શનિવારે શનિ બીજ મંત્રોનો જાપ કરવો.
  • ॐ શં શનિશ્ચરાયૈ નમઃ
  • ॐ પ્રાં પ્રીં પ્રૌં સઃ શનૈશ્ચરાય નમઃ
Back to top button