ગુજરાતચૂંટણી 2022

અગાઉ ભાજપના નેતા એવું કહેતાં હતા ફોન આવ્યો અને આજે નામ કપાઈ ગયું, જાણો શું છે રસપ્રદ કિસ્સો

Text To Speech

ભારતીય જનતા પાર્ટી ધ્વારા આજે વધુ 6 ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવી છે. જેમાં કુતિયાણા બેઠક પરના ભાજપના નેતા રમેશ ઓડેદરા ધ્વારા બે દિવસ પહેલા ટિકિટ મળી ગયાનો ફોન આવ્યો હોવાનો દાવો કરવામાં આવ્યો હતો પણ નામ જાહેર થતા તેમની જગ્યાએ કુતિયાણા બેઠક પરથી ઢેલીબેન આડેદરાને ટિકિટ આપવામાં આવતા તેમની ટિકિટ કપાઈ છે.

બે દિવસ અગાઉ ટિકિટ મળ્યાનો દાવો કર્યો હતો.

ભાજપ નેતા અને જિલ્લા પંચાયતના કારોબારી ચેરમેન રમેશ આડેદરા દ્વારા દિલ્હી ખાતે મળેલી પાર્લામેન્ટ્રી બોર્ડની બેઠક બાદ તેમને કુતિયાણા બેઠક પરથી ટિકિટ મળી ગઈ છે અને ફોર્મ ભરવા તૈયાર રહેવા કહ્યું હોવાનો દાવો કર્યો હતો. આ અંગે તેમણે પ્રેસ કોન્ફરન્સ પણ કરી હતી. પરંતુ રાતો રાત તેમનું નામ યાદી માંથી ગાયબ થઈ ગયુ અને તેમની જગ્યાએ પાલિકા પ્રમુખનું નામ આવી ગયું છે.

આ પણ વાંચો:ગુજરાતમાં ATS વિભાગનું મોટું સર્ચ ઓપરેશન, 100થી વધુ સ્થળોએ દરોડા

ભાજપના આ નેતાની કપાઈ ટિકિટ

રાજયમાં વિધાનસભા ચૂંટણીને લઇને ભાજપે અગાઉ 160 જેટલા ઉમેદવારોના નામ જાહેર કરી દીધા છે. જે બાદ બીજા છ ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા છે. જે 6માંથી 2 મહિલા ઉમેદવારો છે. જેમાં કુતિયાણાથી ઢેલીબેન માધાભાઈ ઓડેદરા અને ભાવનગર (પૂર્વ)થી સેજલ રાજીવકુમાર પંડ્યાનું નામ છે. ત્યારે કુતિયાણા બેઠક પરથી રમેશ ઓડેદરાની ટિકિટ કપાઈ છે અને તેમના સ્થાને ઢેલીબેન આડેદરાના નામની જાહેરાત થઈ છે.

Back to top button