ચૂંટણી 2022ટોપ ન્યૂઝનેશનલ

હિમાચલમાં આજે તમામ 68 બેઠકોનું મતદાન, સવારથી લોકોમાં ભારે ઉત્સાહ

Text To Speech

એક તરફ ગુજરાત વિધાનસભા ચૂંટણીની તાડમાર તૈયારીઓ ચાલી રહી છે ત્યારે બીજી તરફ હિમાચલ પ્રદેશની તમામ 68 વિધાનસભા બેઠક પર આજે મતદાન થઈ રહ્યું છે. 7 હજાર 884 મતદાન કેન્દ્રો પર સવારે 8 વાગ્યાથી મતદાન પ્રક્રિયા શરૂ થઈ ચુકી છે. જો મતદાતાની વાત કરીએ તો હિમાચલ પ્રદેશમાં કુલ 55.93 લાખ મતદારો છે, જેમાં 80 વર્ષથી વધુ વયના 1 લાખ 21 હજાર 409 મતદારો છે.

આ પણ વાંચો : GJ Election 2022 : ભાજપના સ્ટાર પ્રચારકોનું લિસ્ટ જાહેર, મોદી – શાહ સહિત 40 નેતાઓનો સમાવેશ

હિમાચલ પ્રદેશની તમામ 68 વિધાનસભા બેઠકો માટે ચૂંટણી જંગમાં ઉતરેલા 412 ઉમેદવારોનું રાજકીય ભાવિ ઘડશે. જેમાં 24 મહિલાઓનો સામેલ છે. હિમાચલની મત ગણતરી 8 ડિસેમ્બરના રોજ થશે.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વીટ કર્યું કે, આજે હિમાચલ પ્રદેશની તમામ વિધાનસભા બેઠકો માટે મતદાનનો દિવસ છે. હું દેવભૂમિના તમામ મતદારોને મારું નિવેદન છે કે, લોકશાહીના આ પર્વમાં પૂરા ઉત્સાહ સાથે ભાગ લે અને મતદાનનો નવો રેકોર્ડ બનાવે. આ પ્રસંગે પ્રથમ વખત મતદાન કરનાર રાજ્યના તમામ યુવાનોને મારી ખાસ શુભેચ્છાઓ.

રાજ્યના મુખ્યમંત્રી જયરામ ઠાકુરે કહ્યું કે, આજે મતદાન છે અને હું તમામ મતદારોને કહેવા માંગુ છું કે, તમારે મતદાન કરવા જવું જ જોઈએ જેથી આપણે લોકશાહીને વધુ મજબૂતી આપી શકીએ. મને ખાતરી છે કે, આ વખતે જનતા સરકારને પાછી લાવવાનો ઈરાદો ધરાવે છે અને અમે આમાં ચોક્કસપણે સફળ થઈશું.

વર્ષ 2017ની ચૂંટણીમાં 75.57 ટકા થયું મતદાન થયુ હતુ. દરેક રાજકીય પાર્ટીએ પ્રચાર અને પ્રસાર થકી મતદાતાઓને રીઝવવા એડી ચોટીનુ જોર લગાવ્યું છે, જો કે નેતાઓની રેલીમાં ઉમટેલી ભીડના મતદાતાઓના હાથ તેમના પક્ષના EVM બટન સુધી પહોંચે છે કે કેમ તે તો પરિણામ જ બતાવશે.

Himachal-pradesh-voting Hum Dekhenge News

Back to top button