ગુજરાતની આ ત્રણ બેઠક પર NCP અને કોંગ્રેસ વચ્ચે ગઠબંધન !
ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈને હવે ખરો રાજકીય માહોલ ગરમાયો છે. આ વિધાનસભાની ચૂંટણી જીતવા દરેક પાર્ટી એડી ચોટીનું જોર લગાવી રહી છે. ત્યારે મહત્વાના સમાચાર મળી રહ્યા છે કે ગુજરાતમાં કોંગ્રેસ અને NCP વચ્ચે ગઠબંધન થયુ છે. જે અંગેની માહિતી પણ જગદીશ ઠાકોરે આપી હતી. ત્યારે આ ગઠબંધનને લઈને કોંગ્રેસ અને NCPના નેતાઓની બેઠક મળી હતી. આ બેઠકમાં દેવગઢ બારીયા, ઉમરેઠ, અને નરોડા બેઠક પર ચર્ચા ચાલી હતી.
ગુજરાતની આ બેઠક પર NCP અને કોંગ્રેસનું ગઠબંધન
ત્યારે આ અંગેની માહિતી આપતા જગદીશ ઠાકોરે જણાવ્યું હતુ કે, ” ગુજરાતમાં NCP અને કોંગ્રેસે ગઠબંધન કર્યુ છે.” ત્યારે બન્ને પાર્ટી ત્રણ બેઠક પર સાથે મળીને ચૂંટણી લડશે. જેમાં દેવગઢ બારીયા, ઉમરેઠ, અને નરોડા બેઠકનો સમાવેશ થાય છે. તેમજ એનસીપી નેતા જયંત બોસ્કીએ પણ કોંગ્રેસ સાથેના ગઠબંધનને લઈને પ્રતિક્રિયા આપી હતી. અને કહ્યું હતુ કે એનસીપીના શરદ પવાર, સોનિયા ગાંધી સાથે ખભેથી ખભો મિલાવી લડી રહ્યા છે. ત્યારે અમે પણ ત્રણ બેઠકો સાથે મળીને લડીશુ. અને તમામાં બેઠક એનસીપીના મેન્ડેટ પર લડાવવામાં આવશે.
આ પણ વાંચો: પૂર્વ મુખ્યમંત્રી રૂપાણી સ્ટેજ પર બેસવા સમયે ફસકી પડ્યા, જુઓ વિડીયો
આ સાથે બોસ્કિએ ળવાખોર નેતાઓને ધ્યાનમાં રાખીને જણાવ્યું હતુ કે તેમની પાર્ટીનો કોઈ ઉમેદવાર અપક્ષ માંથી ઉભો રહશે તો તેમને પાર્ટીનો ટેકો નહી મળે તેમજ જો કોઈ અપક્ષ ઉમેદવારી કરશે તો પણ તેને 6 વર્ષ માટે પાર્ટીમાંથી સસ્પેન્ડ કરવામાં આવશે.