ચૂંટણીના દિવસે મીડિયાના એકિ્ઝટ પોલ પર પ્રતિબંધ, ચૂંટણી પંચે જાહેર કરી ગાઈડલાઈન


ગુજરાત વિધાનસભા ચૂંટણી તેમજ હિમાચલ વિધાનસભા ચૂંટણીને લઈને ચૂંટણી પંચે ગાઈડલાઈન જાહેર કરી છે. જેમાં 12 નવેમ્બર અને 5 ડિસેમ્બરે એકિ્ઝટ પોલના પ્રસારણ પર રોક લગાવવાનો નિર્ણય લીધો છે. ત્યારે 12 નવેમ્બર અને 5મી ડિસેમ્બરે પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક મીડિયા પોલનું એકિ્ઝટ પ્રસારણ નહીં કરી શકાય અને તેનું ઉલ્લંઘન કરવુ ભારે પડી શકે છે.
12 અને 5 તારીખે એક્ઝિટ પોલ પર રોક
વિધાનસભાની ચૂંટણીને લઈને ચૂંટણી પંચે ગાઈડ લાઈન બહાર પાડી છે. ત્યારે નોટિફિકેશન જાહેર કરતા કહ્યું 12મી નવેમ્બર અને 5મી ડિસેમ્બરના દિવસે સવારના 8 વાગ્યાથી લઈને સાંજના 5:30 વાગ્યાના સમયગાળા દરમિયાન હિમાચલ પ્રદેશ અને ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં એકિ્ઝટ આ દરમિયાન પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક મીડિયા એક્ઝિટ પોલ દ્વારા ચૂંટણી સંભવિત પરિણામ બતાવી નહી શકે. ચૂંટણી પંચે કહ્યુ, તેનું ઉલ્લંઘન કરનારા વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં આવશે.પોલના પરિણામનું પ્રસારણ નહીં કરી શકાય.
ઈલેક્શનના આ સમયગાળા દરમિયાન એકિ્ઝટ પોલ પર રોક લગાવવામાં આવ્યો છે. તેમજ જો કોઈ પ્રિન્ટ કે ઇલેક્ટ્રોનિક મીડિયા પોલનું પ્રસારણ કરશે તો કડક પગલા લેવામાં આવશે.