ઈંગ્લેન્ડ સામેની હાર માટે રોહિત શર્માએ આપ્યું નિવેદન : કહ્યું- હાર માટે આ હતું મુખ્ય કારણ…..!
ઈંગ્લેન્ડ સામે શરમજનક હાર મેળવ્યા બાદ ભારતીય કેપ્ટન રોહિત શર્માએ હારનું કારણ જણાવ્યું હતું. ભારતના સુકાની રોહિત શર્માએ જણાવ્યું કે ઇંગ્લેન્ડ સામેની T20 વર્લ્ડ કપની સેમિફાઇનલમાં તે અને તેનાં ખેલાડીઓ દબાણ હેઠળ ભાંગી પડ્યા હતા. આ સિવાય 10 વિકેટના શરમજનક નુકશાન માટે અમારી અસ્પષ્ટ બોલિંગ પ્રદર્શન પણ જવાબદાર છે. અમે 169નો ડિફેન્ડ કરતા અમે મુખ્ય બોલરોનો ઓછો ઊપયોગ કર્યો અને ઇંગ્લેન્ડના ઓપનરો એલેક્સ હેલ્સ અને જોસ બટલરેની વિકેટ લેવામાં પણ ઘણું મોડું કર્યું હતું. તેથી જ ઇંગ્લેન્ડે ચાર ઓવર પહેલાં જ લક્ષ્ય હાંસિલ કરી દીધું હતું.
આ પણ વાંચો : શા માટે ભારત સેમિફાઇનલમાં ઇંગ્લેન્ડ સામે હારી ગયું ? : આ રહ્યાં મુખ્ય કારણો
બેટિંગ-બોલિંગ બંને જવાબદાર
રોહિતે મેચ પછીની પ્રેઝન્ટેશનમાં જણાવ્યું હતું કે, આજે જે રીતની મેચ રહી તે અમારા માટે ખૂબ જ નિરાશજનક છે. અમે 168 નો સ્કોર મેળવવા માટે માત્ર ડેથ ઓવરમાં જ સારી બેટિંગ કરી. અમે બોલ સાથે પણ યોગ્ય ન હતા. એડિલેડની વિકેટ ચોક્કસપણે એવી નહોતી જ્યાં કોઈ ટીમ આવીને સરળતાથી 16 ઓવરમાં લક્ષ્યનો પીછો કરી જીત હાંસિલ કરી શકે, આજે અમે બોલ સાથે ટર્નઅપ કરી શક્યા નથી.
દબાણને લીધે મળી હાર : કેપ્ટન રોહિત
રોહિતે ઉપરાંત જણાવ્યું કે,”જ્યારે નોકઆઉટ તબક્કાની વાત આવે છે, ત્યારે કોઈ પણ દબાણ અનુભવી શકે છે. આ દબાણ વ્યક્તિગત પર પણ આધાર રાખે છે. તમે કોઈને દબાણને હેન્ડલ કરવાનું શીખવી શકતા નથી. જ્યારે આ લોકો IPLમાં પ્લેઓફ રમે છે અને તે મેચોમાં આછું દબાણ હોય છે, પરંતુ આવી નોકઆઉટ અને T20 વર્લ્ડ કપની સેમિફાઇનલ મેચોમાં આ દબાણનું સ્તર ઉચ્ચ હોય છે. જો કે અમે આવા દબાણો હેન્ડલ કરવામાં સક્ષમ છીએ, પરંતુ આજે અમારો દિવસ નહોતો. તેથી જ અમે જે રીતે બોલથી શરૂઆત કરી હતી તે સારી ન હતી અને અમે જ્યારે હારની જેમ જેમ નજીક પહોંચતા હતા ત્યારે થોડા નર્વસ પણ હતા.”