ગુજરાતચૂંટણી 2022

રાજકોટની ચારેય સીટ નવોદિતને, સૌથી હાઈપ્રોફાઈલ બેઠકના ડો.દર્શીતા શાહ કોણ છે ? જાણો

Text To Speech

ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે આજે ભાજપે પોતાના 160 ઉમેદવાર જાહેર કરી દીધા છે. આ યાદીમાં રાજકોટમાં મોટો અપસેટ સર્જયો છે અને શહેરની ચારેય સીટમાં નો રિપીટ થીયરી અપનાવી ચારેય નવોદિત ઉમેદવાર જાહેર કર્યા છે. તેમાં પણ હાઈપ્રોફાઈલ બેઠક હોય તો તે છે રાજકોટની પશ્ચિમ વિધાનસભા બેઠક. આ બેઠક ઉપર આ વખતે ભાજપે સૌપ્રથમ વખત એક મહિલાને મેદાને ઉતાર્યા છે. હાલમાં મહાનગરપાલિકાના ડે. મેયર ડો.દર્શીતાબેન શાહને ભાજપે ટિકિટ આપી છે. ત્યારે ભાજપનો ગઢ ગણાતી પરંપરાગત બેઠકના ઉમેદવાર કોણ છે ? તેના વિશે માહિતી મેળવીએ.

વર્ષોથી સંઘ સાથે જોડાયેલો છે પરિવાર

રાજકોટ પશ્ચિમ બેઠક હાઈપ્રોફાઈલ સીટ રહી છે, અહીં નરેન્દ્ર મોદી સૌપ્રથમ વખત ચૂંટણી લડ્યા હતા. વજુભાઈ વાળા છ ટર્મ જેટલી ચૂંટણી લડ્યા અને વિજય રૂપાણી ચૂંટણી લડ્યા. અહીં ઉજળિયાત વર્ગ માટે ટિકિટ ફાળવવામાં આવે છે. પ્રથમ વખત ડોક્ટર મહિલા ડો. દર્શીતા શાહને ટિકિટ આપવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, તેમનું ફેમીલી બેકગ્રાઉન્ડ સંઘ સાથે જોડાયેલું છે. તેમના દાદા અને પપ્પા સંઘના પાયાના પથ્થર હતા. ડો. દર્શીતા શાહના દાદા ડો.પી.વી. દોશી સૌરાષ્ટ્રમાં પપ્પાજીના નામથી ઓળખાતા હતા. તેઓ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પૂર્વ પ્રાંત સંઘચાલક હતા. ગુજરાતમાં સંઘના પાયાના પથ્થર તરીકે તેમની ગણના થાય છે. જ્યારે ડો.દર્શીતા શાહના પિતા ડો.પ્રફુલભાઈ દોશી પણ સંઘમાં સાથે જોડાયેલા હતા. નરેન્દ્ર મોદી સાથે તેમનો પારિવારિક સંબંધ હતો. દાદા અને પિતાના સંઘ સાથેના સંબંધોએ જ ડો.દર્શીતા શાહને ટિકિટ અપાવવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે.

ધારાસભાની ટિકિટ પહેલા શું રહી રાજકીય કારકિર્દી ?

રાજકોટ પશ્ચિમ બેઠકના ઉમેદવાર ડો.દર્શીતા શાહ હાલમાં રાજકોટ મહાનગરપાલિકાના ડે. મેયર તરીકે જવાબદારી સંભાળે છે. તેઓ વ્યવસાયે તબીબ છે. તેમણે MMBS (એમ.પી. શાહ મેડિકલ કોલેજ- જામનગર) અને MD (પેથોલોજી) સુધીનો અભ્યાસ કર્યો છે. તેઓ વોર્ડ નં.2માં સતત બીજી ટર્મથી કોર્પોરેટર તરીકે કાર્યરત છે. તેઓ તા.14/12/2015થી તા.15/06/2018 સુધી પ્રથમ વખત ડે. મેયર બન્યા હતા અને ત્યારબાદ 12/03/2021 એ બીજી વખત ડે. મેયર બન્યા હતા જે હાલ પણ કાર્યરત છે.

Back to top button