ટિકિટ કપાતા મધુ શ્રીવાસ્તવ બગડ્યા, કહ્યું કાર્યકરો કહેશે તો અપક્ષ લડીશ
આજે સવારે ભાજપે ઉમેદવારોના નામની ચાદી જાહેર કરી છે. ભાજપે જાહેર કરેલી પ્રથમ યાદીમાં અનેક નવા ચહેરાઓને સ્થાન આપવામાં આવ્યું છે, ત્યારે નવા ચેહરાઓને સ્થાન મળતા કેટલા જૂના જોગીઓના પત્તા કાપી નાંખવામાંવ આવ્યા છે. તેમાયં ખાસ કરીને વાત કરીએ તો વડોદરાના વાઘોડીયા બેઠકના દબંગ નેતા મધુ શ્રીવાસ્તવને ટિકિટ ના મળતા નારાજગી જોવા મળી હતી. જે બાદ નારાજ મધુ શ્રીવાસ્તવે આગામી સમયમાં આપમાંથી ચૂંટણી લડવાનો સૂર ઉચ્ચાર્યો છે.
મધુ શ્રીવાસ્તવે કહ્યું હતુ કે કાર્યકરો કહેશે તેમ કરીશ અને કેટલાક બાકી રહેલ કામો છે જે પુરા કરવાના છે આથી ચૂંટણી લડવી પડેનું જણાવ્યુ છે.
આ પણ વાંચો:ગુજરાત ભાજપમાં ‘પેઢીગત પરિવર્તન’, પાટીલે કહ્યું આપની એન્ટ્રીથી BJPને જ ફાયદો
મધુ શ્રીવાસ્તવનીવ જગ્યાએ અશ્વિન પટેલને ટિકિટ
વાઘોડીયા બેઠક પર ભાજપે આ વખત અશ્વિન પટેલને ટિકિટ આપી છે જેના કારણે રાજકારણ ગરમાયું છે. ત્યારે દબંગ નેતા મધુ શ્રીવાસ્તવ વાઘોડિયાથી 6 વખત ધારાસભ્ય રહી ચૂક્યા છે ટિકિટ કપાઈ છે. તેમજ વર્ષ 2017 માં 10315 વોટથી જ જીત મેળવી હતી. મધુ શ્રીવાસ્તવની ટિકિટ કાપી અશ્વિન પટેલ જે વડોદરા જીલ્લાના ભાજપ પ્રમુખ છે તેમને ટિકિટ આપવામાં આવી છે. ત્યારે વડોદરાની વાઘોડીયા બેઠકના ભાજપના બાહુબલી નેતા મધુ શ્રીવાસ્તવની ટિકિટ કાપવામાં આવતા તેઓ હવે આગામી સમયમાં અપક્ષ ઉમેદવારી નોંધાવે છે કે ભાજપમાં જ રહીને પક્ષ માટે કામ કરશે તે જોવાનું રહ્યું?