પત્નીને વિધાનસભાની ટિકિટ મળ્યા બાદ રવિન્દ્ર જાડેજાએ PM મોદી માટે લખી ખાસ પોસ્ટ
ગુજરાત વિધાનસભા ચૂંટણી માટે ભાજપે 182 બેઠકો માટે તેના 160 ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. 1 ડિસેમ્બરે યોજાનારી ચૂંટણીના પ્રથમ તબક્કા માટે ભાજપે અગાઉ 84 ઉમેદવારોના નામની જાહેરાત કરી છે. જામનગર ઉત્તરમાંથી સ્ટાર ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના પત્ની રીવાબા જાડેજાને ભાજપે ટિકિટ આપી છે.
Jai hind ???????? pic.twitter.com/JWdbV0brab
— Ravindrasinh jadeja (@imjadeja) November 10, 2022
રવિન્દ્ર જાડેજાએ શું કહ્યું ?
પત્નીને વિધાનસભામાં ટિકિટ મળતાં પ્રથમ પ્રતિક્રિયા આપતા રવિન્દ્ર જાડેજાએ પત્નીને અભિનંદન પાઠવ્યા હતા. તેમણે ટ્વીટ કરીને કહ્યું કે તમને જામનગર ઉત્તર વિધાનસભા બેઠક પરથી ભાજપ તરફથી ટિકિટ મળવા બદલ ખૂબ ખૂબ અભિનંદન. આ બધું તમારી મહેનતનું પરિણામ છે. મારી તમને શુભેચ્છાઓ. તમારા કાર્યોથી સમાજનું ભલું કરતા રહો. PM નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહને અભિનંદન આપતા રવિન્દ્ર જાડેજાએ કહ્યું કે તેમના કાર્યોમાં વિશ્વાસ વ્યક્ત કરવા બદલ તમારો આભાર.
રીવાબા જાડેજા વર્ષ 2019માં જ ભાજપમાં જોડાયા હતા. આ પહેલા તે કરણી સેનાના મહિલા મોરચાની અધ્યક્ષ પણ રહી ચુક્યા છે. વર્ષ 2016માં તેમણે રવિન્દ્ર જાડેજા સાથે લગ્ન કર્યા હતા. રવિન્દ્ર જાડેજા સાથે તેમની પ્રથમ મુલાકાત તેમની મોટી બહેન નૈના દ્વારા થઈ હતી. રીવાબા તેમનો મોટાભાગનો સમય રાજકોટ અને જામનગરમાં વિતાવે છે.