ઉત્તર ગુજરાતગુજરાતચૂંટણી 2022

પાલનપુર : ડીસામાં 20 વર્ષ બાદ માળી સમાજને મળી ટિકિટ

Text To Speech

પાલનપુર : ડીસામાં ભાજપમાંથી પ્રથમ વખત જીતનાર પ્રવીણ માળી ના પિતા સ્વ.ગોરધનજી માળી હતા. ડીસાના ચાલુ ધારાસભ્ય શશીકાંત પંડ્યા ની પાર્ટીએ ટિકિટ કાપી તેના પાછળ મુખ્ય કારણ ભાજપના નેતાઓનો આંતરિક વિરોધ હતો. ત્યારે હવે ડીસામાં ભાજપ,કોંગ્રેસ અને આપ ત્રણેય પાર્ટી એ એકદમ યુવા ચહેરાઓને ઉમેદવાર બનાવ્યા છે. પ્રવીણ માળીને ભાજપની ટિકિટ મળતા તેમના સમર્થકો દ્વારા ઉજવણી કરવામાં આવી હતી.

ભાજપ-humdekhengenews

ભાજપ કોંગ્રેસ ઉમેદવારોના પિતા સામ સામે લડી ચૂક્યા છે.

ડીસામાં ભાજપે પૂર્વ ધારાસભ્ય સ્વ.ગોરધનજી માળીના પુત્ર પ્રવીણ માળીને જ્યારે કોંગ્રેસે પૂર્વ ધારાસભ્ય ગોવાભાઇ દેસાઈના પુત્ર સંજય રબારીને ઉમેદવાર બનાવ્યા છે. આ બંને ઉમેદવારોના પિતાઓ અગાઉ વર્ષ 1998 અને વર્ષ 2002માં સામસામે ઉમેદવાર તરીકે ચૂંટણી લડી ચૂક્યા છે. જેમાં એક વખત 1998માં ગોરધનજી માળીનો વિજય થયો હતો. જ્યારે 2002માં ગોવાભાઇ દેસાઈનો વિજય થયો હતો. ત્યારે હવે 2022ની ચૂંટણીમાં બંનેના પુત્રો સામસામે છે. ત્યારે ડીસામાં ચૂંટણીમાં અલગ પ્રકારનો રંગ જામશે તે નક્કી છે.

ભાજપ-humdekhengenews

આ પણ વાંચો : બનાસકાંઠા : ડીસા ભાજપના ઉમેદવાર જાહેર થતાં પ્રવીણ માળીનું કરાયું સ્વાગત

Back to top button