ઉત્તર ગુજરાતચૂંટણી 2022

થરાદમાં શંકરભાઈએ પરબતભાઈ પટેલને પગે પડી આશીર્વાદ લીધા

Text To Speech

પાલનપુર: બનાસકાંઠા જિલ્લાની વાવ બેઠક ઉપરથી ચૂંટણી લડવા માટે જેમનું નામ ચર્ચાતું હતું. પરંતુ સહકારી અગ્રણી અને બનાસ ડેરીના ચેરમેન શંકરભાઈ ચૌધરી ને ભાજપ પક્ષે થરાદની બેઠક પર ઉમેદવાર બનાવ્યા છે. આ બેઠક ઉપર અત્યારે કોંગ્રેસના ગુલાબસિંહ રાજપુત પ્રતિનિધિત્વ કરે છે. અને બનાસકાંઠા જિલ્લા ના સાંસદ પરબતભાઈ પટેલ પણ થરાદ વિસ્તારના છે. શંકરભાઈનું થરાદ બેઠક ઉપર નામ જાહેર તથા તેઓ સાંસદ પરબતભાઈ પટેલને મળવા આવ્યા હતા. અને તેઓના પગે પડીને આશીર્વાદ લીધા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે, આ બેઠક ઉપર પરબતભાઈ ના પુત્ર શૈલેષ પટેલે પણ દાવેદારી કરી હતી.

આ અંગે શંકરભાઈ ચૌધરીએ પોતાની પસંદગી કરવા બદલ શીર્ષ નેતાગીરી સાથે પરબતભાઈ પટેલનો પણ આભાર માન્યો હતો. અને તેમને જણાવ્યું હતું કે, આ વિસ્તારમાં વિકાસના કામો થયા છે તેમાં હજુ પણ વિકાસ થાય તે માટે કામ કરતો રહીશ. તેમણે આ વિસ્તારના મતદારોના પણ આશીર્વાદ માંગ્યા હતા.

જ્યારે પરબતભાઈ પટેલે જણાવ્યું હતું કે, નરેન્દ્રભાઈ મોદીની આગેવાની હેઠળ આ વિસ્તારનો વિકાસ થયો છે. તમે મને પાંચ વખત ધારાસભ્ય પણ આ વિસ્તારમાંથી બનાવ્યો છે, અને સાંસદ પણ બનાવ્યો છે. ત્યારે ભાજપ પક્ષે હવે શંકરભાઈ ને ઉમેદવાર બનાવ્યા છે તેમને આપણે સો ટકા મતદાન કરીને સૌ કમળ બની જંગી બહુમતીથી વિજેતા બનાવીએ.

આ પણ વાંચો : વર્લ્ડ કપ જીતવાનું સપનું તૂટ્યું : ભારતને 10 વિકેટે હરાવી ફાઈનલમાં પહોંચ્યું ઈંગ્લેન્ડ

બીજી તરફ વાવ બેઠક પર ધમાસણ મચ્યું છે અહીંયા સ્વરૂપજી ઠાકોરને ટિકિટ ફાળવાતા વિરોધ શરૂ થઈ ગયો છે. ત્યારે સ્વરૂપજી ઠાકોરે જણાવ્યું હતું કે મારા જેવા સામાન્ય કાર્યકરને વાવ બેઠક પરથી ભાજપ પક્ષે ટિકિટ આપી છે. તે બદલ મોવડી મંડળનો આભાર માનું છું. અહીંયાથી મારી પસંદગી કરી છે. તેમના વિશ્વાસને હું કાયમ રાખીશ અને ગાંધીનગર અમે કમળ મોકલીશું.

Back to top button