ભાજપે મોડી રાતે ઉમેદવારોને ફોન કરી આપી સૂચના, આપ્યું બેઠક સાથે લીસ્ટ
- ભાજપે મોડી રાત્રે ઉમેદવારોને ફોન કરી આપી સૂચના
- લિંબડી બેઠક પર કિરીટસિંહને રિપિટ
- વરાછા પર કિશોર કાનાણીને રિપિટ
ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તારીખ જાહેરાત થયાની સાથે દરેક રાજકીય પાર્ટીઓ એડીચોટીનું જોર લગાવી રહી છે. અત્યાર સુધીમાં કોંગ્રેસ અને આપ આદમી પાર્ટી ઉમેદવારોના લીસ્ટની યાદી જાહેર કરી ચુક્યા છે. જયારે ભારતીય જનતા પાર્ટીએ એ અત્યાર સુધીમાં એક પણ ઉમેદવારની યાદી જાહેર કરી નથી. આવા સમયે દરેકનું ધ્યાન માત્ર ને માત્રના ભાજપના ઉમેદવારોની યાદી પર છે. ત્યારે ગઈકાલથી જ વાતો ચાલતી હતી કે ભાજપ ગત મોડીરાત સુધીમાં ઉમેદવારોની યાદી જાહેર કરી શકે છે. પરંતુ એવું થયું નહિ. મળતી માહિતી મુજબ ભાજપે ગઇકાલે મોડી રાત્રે ઉમેદવારોને ફોન કરીને સૂચના આપી દીધી છે.
આ પણ વાંચો : ગોંડલ વિધાનસભામાં કાયદો-વ્યવથા જોખમાય તેવી શક્યતા: IB રીપોર્ટ
આ નેતાઓને ભાજપમાંથી ફોન ગયો છે. અહી બેઠકની સાથે નેતાના નામનું આખું લીસ્ટ જોવા મળી રહ્યું છે. જેમાં મહુવામાં મોહન ઢોડિયા, કપરાડામા જીતુ ભાઈ ચૌધરી,અંકલેશ્વરમા ઈશ્વર પટેલ, વરાછામા કિશોર કાનાણી ને લિંબડીમા કિરીટસિંહને ફરી રીપીટ કરાયા છે.
- જસદણ – કુંવરજી બાવળિયા
- ગોંડલ – ગીતાબા જાડેજા
- ગઢડા – શંભુનાથ ટૂંડિયા
- ગીર સોમનાથ – માનસિંહ
- અમરેલી – કૌશીક વેકરિયા
- ચોટીલા – શામજી ચૌહાણ
- અબાડાસા – પ્રદ્યુમન્નસિંહ જાડેજા
- દસાડા – પી કે પરમાર
- વઢવાણ – જીજ્ઞા પંડ્યા
- ધાંગધ્રા – પ્રકાશ વરમોરા
- વલસાડ – ભરતભાઈ કીકુભાઈ પટેલ
- વાગરા – અરુણસિંહ રાણા
- ભરૂચ – રમેશ મિસ્ત્રી
- જંબુસર – છત્રસિંહ મોરી
- ઝઘડિયા – રીતેશ વસાવા
- ઉમરગામ – રમણ પાટકર
- બારડોલી – ઈશ્વર પરમાર
- ઝાલોદ – ભાવેશ કટારા
- વિસાવદર – હર્ષદ રિબડિયા
- ખેડબ્રહ્મા – અશ્વિન કોટવાલ
- ગાંધીધામ – માલતી મહેશ્વરી
- જામનગર – રીવાબા જાડેજા
- અંજાર – ત્રીકમ છાંગા
- સુરત ઇસ્ટ – અરવિંદ રાણા
- સુરત નોર્થ – કાંતિ બલલર
- વરાછા – કિશોર કાનાણી
- કરંજ – પ્રવીણ ગોધારી
- ઉધના – મનુભાઈ પટેલ
- લિબાયત – સંગીતા પાટીલ
- કતારગામ – વીનુભાઈ મોરડીયા
- મજુરા – હર્ષ સંઘવી
- સુરત વેસ્ટ – પુર્ણેશ મોદી
- કામરેજ – વિડી ઝલવાડિયા