ગુજરાત ભાજપ: નવાને તક આપવા જૂના જોગીઓ ઘરભેગા


ભારતીય જનતા પાર્ટીના રુપાણી કેબિનેટના છ મંત્રીઓએ ચૂંટણી લડવાની ના પાડી દેતા રાજકીય માહોલ ગરમાયુ છે. ભારતીય જનતા પાર્ટીના સંસદીય બોર્ડની બેઠક જામે અને નવા ઉમેદવારોના નામની જાહેરાત થાય તે પહેલા જ ભાજપના વરિષ્ઠ નેતાઓ ભાજપમાંથી ચૂંટણી નહી લડવાની જાહેરાત કરી રહ્યા છે.
અનેક ભાજપના નેતાઓ જાતે જ રાજીનામા આપી રહ્યા છે તેમાં રુપાણી, નીતિન પટેલ, સિનિયર મંત્રી બોટાદથી સૌરભ પટેલ, ભાવનગરથી વિભાવરી દવે, વલ્લભ કાકડીયા, કૌશિક પટેલ, પ્રદીપસિંહ જાડેજા સહિતના અનેક નેતાઓએ નવા ઉમેદવારો માટે સીટ ખાલી કરીને જાતે રાજીનામું આપી દીધુ છે.
આ પણ વાંચો:વિધાનસભા ચૂંટણી 2022ઃ ભાજપના વરિષ્ઠ નેતાઓનું ‘બલિ’દાન !
ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોના નામની જાહેરાત થાય તે પહેલા ભાજપના નવા ઉમેદવારો માટે જગ્યા ખાલી કરતા ભાજપની શિસ્તબદ્ધ સરકાર.
ગુજરાતમાં મુખ્યમંત્રી તરીકે કાર્યભાળ સંભાળનાર અને 2017ની વિધાનસભાની ચૂંટણી જેમના નેતૃત્વ હેઠળ લડાઈ હતી એવા વિજય રૂપાણીએ આગામી ચૂંટણી નહી લડવા માટેની જાહેરાત કરી છે. રૂપાણી સરકારમાં જ નાયબ મુખ્યમંત્રી તરીકે કાર્યભાળ સંભાળનાર નીતિન પટેલે પણ આવી જ રીતે પાર્ટીને એક લેખિત પત્રમાં ચૂંટણી નહી લડવાની જાહેરાત કરી છે.