આખરે આપના પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઈટાલિયાની ઉમેદવારી બેઠક થઈ ફાઈનલ
ચૂંટણી જાહેર થઈ તે પહેલાથી જ આમ આદમી પાર્ટીના ઉમેદવારોના નામની જાહેરાત થઈ રહી હતી. આ વચ્ચે આજે સૌથી મહત્વના એવા આપના પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઈટાલિયા કઈ બેઠક પરથી ચૂંટણી લડશે તેને લઈને સવાલો હતા. ત્યારે અરવિંદ કેજરીવાલે આજે ટ્વીટ કરીને ગોપાલ ઈટાલિયા તથા મનોજ સોરઠિયા ક્યાંથી ચૂંટણી લડશે તેની જાહેરાત કરી દીધી છે.
राजनीति में युवाओं की भागीदारी ज़रूरी है। गुजरात में हमारे प्रदेश अध्यक्ष एवं लोकप्रिय युवा श्री गोपाल इटालिया को सूरत की कतारगाम विधानसभा से ओर प्रदेश महामंत्री श्री मनोज सोरठिया को करंज विधानसभा से गुजरात की जनता चुनाव लड़ाएगी, दोनों युवाओं को मैं शुभकामनाएँ देता हूँ।
— Arvind Kejriwal (@ArvindKejriwal) November 9, 2022
આપના સંયોજક અરવિંદ કેજરીવાલે ટ્વીટ કર્યું છે કે, રાજનીતિમાં યુવાઓની ભાગીદારી જરૂરી છે. ગુજરાતમાં આપણા પ્રદેશ અધ્યક્ષ અને લોકપ્રિય યુવા ગોપાલ ઈટાલિયાને સુરતની કતારગામ વિધાનસભા અને મહામંત્રી મનોજ સોરઠિયાને કરંજ વિધાનસભાથી ગુજરાતની ચૂંટણી લડાવશે. બંને યુવાઓને શુભકામનાઓ આપું છું.
આ પહેલાં ગોપાલ ઈટાલિયાના ચૂંટણી ક્યાંથી લડશે તે મુદ્દે ઘણાં સવાલો ચાલી રહ્યા હતા. જોકે હવે સુરતની ચાર બેઠકો (કરંજ,ઓલપાડ,વરાછા અને કતારગામ) પર યુવા નેતાઓના નામ જાહેર થતાં ભાજપ માટે મુશ્કેલી ઊભી થાય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. આ ઉપરાંત સ્થાનિક મતદારો પર ચારેય નેતાનું પ્રભુત્વ છે તેની પર પણ નજર રહેશે.
આપમાં વિરોધનો સૂર
આ સાથે જ આપમાં પણ વિરોધના વંટોળ ઊભા થવાની સંભાવના જોવામાં આવી રહી છે. જેમાં આપ દ્વારા કતારગામ બેઠક પરથી અગાઉ રાજુ દિયોરાનું નામ ચાલી રહ્યું હતું. ત્યારે મનોજ સોરઠિયાનું નામે સૌ કોઈને ચોંકાવી દીધા છે. આ પહેલાં અલ્પેશ કથીરિયાને પણ વરાછા અને ધાર્મિક માલવિયાને ઓલપાડ બેઠક પરથી પાર્ટીમાં સામેલ થયા બાદ તરત જ ટિકિટ ફાળવવામાં આવતા ઘણાં જૂના આપ નેતાઓમાં વિવાદ બહાર આવી રહ્યો છે.
આ પણ વાંચો : કોણ છે આપ નેતા જેના મોર્ફ વીડિયો થઈ રહ્યા છે સોશિયલ મીડિયામાં વાઈરલ?