કચ્છ - સૌરાષ્ટ્ર

ઝુલતા પુલની દુર્ઘટના બાદ મોરબીમાં માર્ગ અકસ્માત 12 ઘાયલ એકનું મોત

Text To Speech
  • એસટી બસ, ટેન્કર અને કાર વચ્ચે સર્જાયો અકસ્માત
  • ટેન્કરે કારને ટક્કર મારતા એસટી સાથે અથડાઈ
  • 12 ઘાયલ અને એકનું મોત

મોરબીમાં હજુ તો દેશવાસીઓ પુલની દુર્ધટનાને ભૂલ્યા નથી ત્યાં ફરી એકવાર મોરબીથી માઠા સમાચાર સામે આવી રહ્યા છે. મોરબીમાં તાજેતરમાં ઝૂલતો પુલ તૂટતા 135 લોકો મચ્છુ નદીમાં ડૂબતા મૃત્યુ પામ્યા. ત્યારે આજે મોરબીમાં માર્ગ અકસ્માત સર્જાયો છે. જેમાં 12 લોકો ઘાયલ થયા અને એકનું મૃત્યુ થયું છે. આ અકસ્માતમાં ઘાયલોને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે અને સારવાર શરુ કરવામાં આવી છે.

આ પણ વાંચો : ઐતિહાસિક નિર્ણયોના કારણે ચર્ચામાં રહેનાર કોણ છે જસ્ટિસ ચંદ્રચુડ ?

કારમાં સવાર વ્યક્તિ જામનગરનો રહેવાસી

હળવદના કવાડીયાના પાટિયા પાસે ત્રિપલ અકસ્માત સર્જાયો છે. જેમાં એસટી બસ, ટેન્કર અને કર વચ્ચે ભયંકર અકસ્માત થતા. તેમાં 12 થી વઘુ લોકો ઈજાગ્રસ્ત થયા છે અને એકનું મોત થયું છે. ટેન્કરે કારને ટક્કર મારતા તે એસટી બસ સાથે અથડાઈ હતી. કવાડિયા પાટિયા પાસે મોડીરાત્રે આ માર્ગ દુર્ઘટના સર્જાયી હતી. આ અકસ્માતમાં ઈજાગ્રસ્તોને હળવદ ધ્રાંગધ્રા હોસ્પીટલમાં સારવાર અર્થે ખસેડાયા છે. જેમાં કારમાં સવાર જામનગરના વ્યક્તિનું મોત થયું છે.

Back to top button