ટોપ ન્યૂઝસ્પોર્ટસ

T20 વર્લ્ડકપ કોણ જીતશે ? આ દિગજ્જ ખેલાડીએ કરી ભવિષ્યવાણી

Text To Speech

T20 વર્લ્ડ કપની પ્રથમ સેમિફાઇનલ મેચ પાકિસ્તાન અને ન્યૂઝીલેન્ડ વચ્ચે સિડનીના મેદાન પર રમાશે. ત્યારે જ બીજી સેમિફાઇનલમાં ભારતનો સામનો ઇંગ્લેન્ડ સામે થશે. જો કે આ સેમિફાઇનલ મેચ પહેલા જ દક્ષિણ આફ્રિકાના દિગ્ગજ ખેલાડી એબી ડીવિલિયર્સે ટીમ વર્લ્ડ કપ જીતવાની ભવિષ્યવાણી કરી છે. તેણે કહ્યું કે ભારતીય ટીમ આ વખતે ટી20 વર્લ્ડ કપ જીતશે. ભારતમાં એક ઈવેન્ટ દરમિયાન પત્રકારોના સવાલોના જવાબ આપતા તેણે કહ્યું હતું કે જો ભારતીય ટીમ સેમીફાઈનલમાં ઈંગ્લેન્ડને હરાવશે તો ફાઈનલમાં જીત નિશ્ચિત છે.

ભારત બીજી વખત ચેમ્પિયન બની શકે છે

ઉલ્લેખનીય છે કે, ભારતીય ટીમે વર્ષ 2007માં ફાઇનલમાં પાકિસ્તાનને હરાવીને પ્રથમ વર્લ્ડ કપ જીત્યો હતો. ત્યારથી આ ટીમ ક્યારેય ચેમ્પિયન બની નથી. વર્ષ 2014માં ભારતીય ટીમ ફાઇનલમાં પહોંચી હતી, પરંતુ શ્રીલંકા સામે તેને હારનો સામનો કરવો પડ્યો હતો. આ ઉપરાંત આ ટીમ 2016માં સેમીફાઈનલમાં પણ બહાર થઈ ગઈ હતી.

વેસ્ટ ઇન્ડીઝ એકમાત્ર ટીમ છે જે બે વખત વર્લ્ડકપ જીતી છે

મહત્વનું છે કે, આ વખતે ભારતીય ટીમ શાનદાર ફોર્મમાં છે અને ગ્રુપ સ્ટેજમાં ચાર મેચ જીતનારી એકમાત્ર ટીમ છે. ભારતે આઠ પોઈન્ટ મેળવીને સેમીફાઈનલમાં જગ્યા બનાવી લીધી છે અને હવે ટીમ ઈન્ડિયા બાકીની બે મેચ જીતીને ફરીથી ચેમ્પિયન બનવાનો પ્રયાસ કરશે. અત્યાર સુધી વેસ્ટ ઈન્ડિઝ એકમાત્ર એવી ટીમ છે જેણે બે વખત T20 વર્લ્ડ કપ જીત્યો છે.

Back to top button