ગુજરાતચૂંટણી 2022ટોપ ન્યૂઝવિશેષ

ગુજરાતની 11 બેઠકો પર મતદારોની નો-રીપીટ થિયરી, દર પાંચ વર્ષે બદલાય છે પ્રતિનિધિ

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીની જાહેરાત થતાની સાથે જ રાજકીય પક્ષો વચ્ચે ખળભળાટ તેજ થઈ ગયો છે. ભાજપ-કોંગ્રેસ ટિકિટની વહેંચણી માટે રણનીતિ તૈયાર કરી રહ્યા છે ત્યારે આમ આદમી પાર્ટીએ આ વખતે સક્રિય બનતા ત્રિપાંખીયો જંગ જામ્યો છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં આ વખતે ભાજપ અને કોંગ્રેસ તેમની અનામત બેઠકો સિવાય તે બેઠકો પર વધુ ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છે, જ્યાં તેમને અગાઉની ચૂંટણીઓમાં ઓછી લીડ મળી હતી. પરંતુ રાજ્યની 11 બેઠકો એવી છે જે બંને પક્ષોનું ગણિત બગાડે છે અને લોકો દર પાંચ વર્ષે પોતાના પ્રતિનિધિને બદલે છે. ગુજરાતની આ 11 બેઠકો પર નાગરિકો એકપણ ધારાસભ્યને સતત સત્તાનો સ્વાદ ચાખવા દેતા નથી દરેક ચૂંટણીમાં લોકો દ્વારા નવા ધારાસભ્યને ચૂંટવામાં આવે છે.

કઈ – કઈ બેઠકોમાં દર પાંચ વર્ષે બદલાઈ છે ઉમેદવાર ?

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં આ 11 બેઠકો ધ્રાંગધ્રા, જામજોધપુર, વડગામ, કાંકરેજ, કડી(એસસી), ધંધુકા, ઉમરેઠ, કરજણ(એસસી), છોટાઉદેપુરનું જેતપુર(એસટી), દેડિયાપાડા(એસટી) અને જંબુસર છે જ્યાં લોકો દર પાંચ વર્ષે પોતાના પ્રતિનિધિને બદલે છે. જો કોઈ પક્ષ કે ઉમેદવાર સારા માર્જિનથી જીતે તો પણ તે ઉમેદવાર કે પક્ષનું બીજી ચૂંટણીમાં પુનરાવર્તન થતું નથી. એકવાર સત્તામાં આવ્યા પછી, ભાજપ અથવા કોંગ્રેસ પાંચ વર્ષના વનવાસ ભોગવ્યા બાદ જ સત્તામાં પાછા આવે છે.

દેડિયાપાડા(ST)

2002     મહેશ વસાવા            JD(U)
2007     અમરસિંહ વસાવા      કોંગ્રેસ
2012     મોતીલાલ વસાવા       BJP
2017     મહેશ વસાવા            BTP

જેતપુર (ST)

2002     વેચાતભાઈ બારીયા    ભાજપ
2007     મોહનસિંહ રાઠવા      કોંગ્રેસ
2012     જયંતિ રાઠવા           ભાજપ
2017     સુખરામ રાઠવા        કોંગ્રેસ

કરજણ (SC)

2002     નરેશ કનોડિયા     ભાજપ
2007     ચંદુભાઈ ડાબેરી     કોંગ્રેસ
2012     સતીશ પટેલ         ભાજપ
2017     અક્ષય પટેલ         કોંગ્રેસ

ઉમરેઠ

2002     વિષ્ણુ પટેલ              ભાજપ
2007     લાલસિંહ વડોદિયા     કોંગ્રેસ
2012     જયંતિ પટેલ(બોસ્કી)   એનસીપી
2017     ગોવિંદ પરમાર          ભાજપ

ધંધુકા

2002     ભરત પંડ્યા             ભાજપ
2007     રણછોડ મારે           સ્વતંત્ર
2012     લાલજી કોળી પટેલ    ભાજપ
2017     રાજેશ ગોહિલ          કોંગ્રેસ

કડી (SC)

2002     બળદેવજી ઠાકોર       કોંગ્રેસ
2007     નીતિન પટેલ            ભાજપ
2012     રમેશ ચાવડા            કોંગ્રેસ
2017     કરશનભાઈ સોલંકી    ભાજપ

કાંકરેજ

2002     ધારશીભાઈ ખાનપુરા      કોંગ્રેસ+
2007    બાબુભાઈ દેસાઈ             ભાજપ
2012     ધારશીભાઈ ખાનપુરા      કોંગ્રેસ
2017    કીર્તિસિંહ વાઘેલા            ભાજપ

વડગામ

2002    દોલત પરમાર         કોંગ્રેસ
2007     ફકીર વાઘેલા         ભાજપ
2012     મણિલાલ વાઘેલા    કોંગ્રેસ
2017     જીગ્નેશ મેવાણી      અપક્ષ

જામજોધપુર

2002     ચીમનલાલ સાપરીયા     ભાજપ
2007     ભરતસિંહ જાડેજા         કોંગ્રેસ
2012     ચીમનલાલ સાપરીયા     ભાજપ
2017     ચિરાગ કાલરીયા          કોંગ્રેસ

જંબુસર

2002     છત્રસિંહ મોરી              ભાજપ
2007     કિરણકુમાર મકવાણા     કોંગ્રેસ
2012     છત્રસિંહ મોરી             ભાજપ
2017     સંજય સોલંકી              કોંગ્રેસ

ધ્રાંગધ્રા 

2002     આઈ.કે. જાડેજા           ભાજપ
2007     હરિલાલ પટેલ              કોંગ્રેસ
2012     જયંતિભાઈ કાવડિયા     ભાજપ
2017     પરષોત્તમ સાબરિયા      કોંગ્રેસ
Back to top button