ગુજરાતચૂંટણી 2022

આ પૂર્વ DIG પણ ચૂંટણીમાં ઝંપલાવશે, કરી નવી પાર્ટીની જાહેરાત

Text To Speech

ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીનો રંગ ધીમેધીમે જામવા લાગ્યો છે. આમ આદમી પાર્ટી અને કોંગ્રેસે પોતાના ઉમેદવારો જાહેર કરી દીધા છે પણ ભાજપે હજુ એકપણ ઉમેદવાર જાહેર કર્યા નથી. ત્યારે આ રાજકારણના ગરમાહાટ વચ્ચે વધુ એક ગરમ ગરમ સમાચાર આવ્યા છે. રાજ્યના પૂર્વ ડીઆઈજી ડી.જી.વણઝારા દ્વારા નવી રાજકીય પાર્ટીની જાહેરાત કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, પૂર્વ IPS ડી.જી વણઝારાએ અગાઉ રાજકારણમાં આવવાના સંકેત આપ્યા હતા. જેની આજે ટ્વિટ થકી માહિતી આપી છે અને ‘પ્રજા વિજય’ પક્ષની આવતીકાલે જાહેરાત કરવામાં આવશે તેમ જણાવ્યું છે.

અગાઉ ભાજપમાંથી દાવેદારીની અટકળો થઈ હતી વહેતી

જેમ જેમ ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ ભાજપ-કોંગ્રેસ હોય કે આપ પોતાની તરફ લોકોને ખેચવા મહેનત કરી રહ્યા છે. વધુમાં લોકો પોતપોતાના પક્ષની વિચાર ધારાના રંગે રંગાય તે માટે સભા ગજવી રહ્યા છે. વણઝારાએ ટ્વિટરમાં પોસ્ટ કરી જણાવ્યું છે કે, ગુજરાતમાં નિર્ભય પ્રજારાજની સ્થાપના કરવા માટે નવા રાજકીય વિકલ્પ તરીકે પ્રજા વિજય પક્ષની વિધિવત જાહેરાત કરવામાં આવશે. આવતીકાલે તા. 8-11 ના રોજ અમદાવાદના આમલી રોડ પર આવેલ ઇસ્કોન ચાર રસ્તા નજીકની પ્લેનેટ લેન્ડમાર્ક હોટેલ ખાતેથી પક્ષની જાહેરાત કરવામાં આવશે.

Back to top button