જમ્મુ કાશ્મીર : રામબન વિસ્તારમાંથી એક આતંકવાદી ઝડપાયો, ગ્રેનેડ પણ મળ્યા
જમ્મુ કાશ્મીરમાં જમ્મુ વિભાગના રામબન જિલ્લામાં સર્ચ દરમ્યાન પોલીસ અને સુરક્ષાદળોએ અલકાયદાના એક આતંકવાદીની ધરપકડ કરી છે. તેની પાસેથી એક ગ્રેનેડ પણ મળી આવ્યો હતો. તે પશ્ચિમ બંગાળનો રહેવાસી છે. આ મામલે પોલીસ તપાસ ચાલુ છે. મળતી માહિતી મુજબ, રામબન પોલીસે ચોક્કસ માહિતીના આધારે કાર્યવાહી કરીને આતંકવાદી અમીરુદ્દીન ખાનને પકડી લીધો હતો. તે આતંકવાદી સંગઠન અલ કાયદા સાથે સંકળાયેલો છે અને પશ્ચિમ બંગાળના મસીતા હાઓરાનો રહેવાસી છે. પોલીસે તેની પાસેથી એક ચાઈનીઝ ગ્રેનેડ પણ જપ્ત કર્યો હતો. પોલીસે તેની સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
ગ્રેનેડ સાથે જમ્મુમાં ઘૂસવાનો ઇરાદો શું હતો ?
જમ્મુ વિભાગના રામબનમાંથી એક આતંકવાદી ઝડપાયો છે. પોલીસે ઝડપી લીધેલો શખ્સ પશ્ચિમ બંગાળનો રહેવાસી હોવાનું ખુલ્યું છે. તેની પાસેથી એક ગ્રેનેડ પણ મળી આવ્યો છે ત્યારે હવે તેના રીમાન્ડ મેળવવા તજવીજ હાથ ધરવામાં આવી છે અને પુછપરછ શરૂ કરવામાં આવશે કે તે ગ્રેનેડ સાથે જમ્મુમાં કઈ રીતે ? અને શા માટે ઘુસ્યો હતો ? હાલ તો પોલીસ દ્વારા આ મામલે તેમના કોઈ સાથી છે કે તે પોતે એકલો જ છે તેની પણ તપાસ શરૂ કરી છે.