ઉત્તર ગુજરાતગુજરાત

બનાસકાંઠા : રાજકીય પક્ષોના પ્રતિનિધિઓની હાજરીમાં રેન્ડમાઈઝેશન

Text To Speech

પાલનપુર : ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણી આગામી 5 ડિસેમ્બરે યોજાનાર છે. વિધાનસભાની ચૂંટણીઓ મુક્ત, નિષ્પક્ષ અને ન્યાયી રીતે યોજાય તે ભારતના ચૂંટણી પંચની પ્રાથમિકતા છે. તેના ભાગરૂપે બનાસકાંઠા જિલ્લાના ડેડીકેટેડ EVM અને VVPAT વેરહાઉસ, જગાણા ખાતે ઉપલબ્ધ EVM અને VVPAT પૈકી કઇ વિધાનસભા વિભાગ ખાતે મોકલવા તે નક્કી કરવા માટે જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર આનંદ પટેલ તથા રાજકીય પક્ષોના પ્રતિનિધિઓની હાજરીમાં કમ્પ્યુટરાઈઝ્ડ રેન્ડમાઈઝેશન કરવામાં આવ્યુ હતું.

ચૂંટણી -humdekhengenews

EVM અને VVPATની ચૂંટણી અધિકારીઓને ફાળવવાની કાર્યવાહી શરૂ

માન્ય રાજકીય પક્ષોના પ્રતિનિધિઓની હાજરીમાં યોજાયેલ EVM અને VVPAT જે તે વિધાનસભા મતદાર વિભાગના ચૂંટણી અધિકારીઓને ફાળવવાની કાર્યવાહી પાલનપુર તાલુકાના જગાણા ખાતે આવેલ વેરહાઉસ ખાતેથી કરવામાં આવી હતી.

આ પણ વાંચો : બનાસકાંઠા : વરિષ્ઠ નાગરિકો, દિવ્યાંગ મતદાતાઓ અને કોવિડ-19 થી પ્રભાવિત મતદારો માટે પોસ્ટલ બેલેટથી મતદાનની સુવિધા

Back to top button