હેડફોનના વધુ પડતા ઉપયોગથી થઈ શકે છે આ ગંભીર બીમારીઓ
મોટાભાગના લોકો જેઓ મુસાફરી કરી રહ્યા છે અથવા ખાલી બેઠા છે તેઓ તેમના કાનમાં ઇયરફોન લગાવી ગીતો સાંભળ્યા કરતા હોય છે. થોડા સમય માટે ગીતો સાંભળવા આયરફોન લગાવી રાખવા યોગ્ય છે પણ તેનો વધુ પડતો ઉપયોગ કરવાથી તે ગંભીર બીમારીઓને આંમત્રણ આપે છે. ઈયરફોનના ઉપયોગથી માત્ર બહેરાશ જ નહીં પરંતુ અનેક ગંભીર બીમારીઓ થઈ શકે છે.
હેડફોનમાંથી આવતો અવાજ કાનના પડદાને અથડાય છે અને આમ કરવાથી કાનના પડદાને નુકસાન થાય છે. ત્યારે આજે અમે તમને જણાવીશું કે જો તમે લાંબા સમય સુધી અથવા રોજબરોજ ઈયરફોનનો ઉપયોગ કરો છો, તો તમે કઈ બીમારીઓને આમંત્રણ આપી રહ્યા છો.
હેડફોનનો ઉપયોગ આ બીમારીઓને આંમત્રણ આપે છે
બહેરાસની અસર
આજકાલ લોકો ગીતો સાંભળવા કે વીડિયો જોવા માટે ઈયરફોનને લાંબો સમય રાખે છે. નિષ્ણાતોના મતે ઈયરફોન કે હેડફોનનો વધુ પડતો ઉપયોગ આપણી સાંભળવાની ક્ષમતાને ઘટે છે. આ સિવાય ઈયરફોન કે હેડફોન સાથે લાંબા સમય સુધી ગીતો સાંભળવાથી કાનમાં સુન્નતા આવી શકે છે. જે બહેરાશનું જોખમ વધારી શકે છે.
ચક્કર, ઊંઘમાં તકલીફ
ઈયરફોનના વધુ પડતા ઉપયોગને કારણે કાનમાં અવાજ ફિલ્ટર થવા, ચક્કર આવવા, ઊંઘ ન આવવા જેવી સમસ્યાઓ ઉદભવવા લાગે છે, આવી સ્થિતિમાં આપણા કાનની સાંભળવાની ક્ષમતા 90 ડેસિબલ સુધી હોય છે, તે ધીમે ધીમે ઘટીને 40- 50 ડેસિબલ સુધી પહોંચે છે.
ઈંફેક્શનનું જોખમ
ઓફિસમાં કે ઘરમાં ગીતો સાંભળતી વખતે ઘણીવાર લોકો પોતાના ઈયરફોન એકબીજા સાથે શેર કરે છે, તેથી જો તમે પણ આવું કરો છો તો સાવચેત રહો. આ તમારા કાનમાં ચેપનું જોખમ વધારે છે. આટલું જ નહીં, કાનમાં સતત પ્લગ રહેવાથી ઘણી વખત ફંગલ ઇન્ફેક્શનનો ખતરો પણ વધી જાય છે અને તેનાથી ઇન્ફેક્શન કાનના પડદા સુધી પહોંચે છે.
હૃદય પર પણ અસર કરે છે
હેડફોન અથવા ઇયરફોન આપણા કાન માટે હાનિકારક છે, આ સિવાય તે આપણા હૃદય પર પણ ખરાબ અસર કરે છે. હેલ્થ એક્સપર્ટના મતે જોરથી મ્યુઝિક સાંભળવાથી હાર્ટ પર પણ ખરાબ અસર પડે છે, આ સિવાય ઉંમરની સાથે કેન્સરનો ખતરો પણ વધી જાય છે.
કેવી રીતે બચાવ કરવો?
જો તમારે કાનની સમસ્યાથી બચવું હોય તો જરૂર પડે ત્યારે જ ઈયરફોન કે હેડફોનનો ઉપયોગ કરો. ડોક્ટરોના મતે ઈયરફોન કે હેડફોનનો ઉપયોગ દિવસમાં 60 મિનિટથી વધુ ન કરવો જોઈએ.