ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પ્રચારમાં હવે નીતિશ કુમાર ઉતરશે મેદાનમાં, BTP-JDU વચ્ચે થયું ગઠબંધન
હાલમાં ગુજરાતમાં ચૂંટણીનો માહોલ જામ્યો છે. વિધાનસભા ચૂંટણીની તારીખની જાહેરાત કરી દેવામાં આવી છે. ત્યારે હવે તમામ પાર્ટીઓમાં જોરશોરથી પ્રચારમાં લાગી ગઈ છે. આ વચ્ચે હવે એક મોટા સમાચાર સામે આવ્યા છે. મળતી માહિતી મુજબ હવે બીટીપી અને જેડીયુ વચ્ચે ગઠબંધન થઈ ગયું છે. હવે ગુજરાતની ચૂંટણીમાં નિતીશ કુમાર એન્ટ્રી કરવા માટે તૈયાર છે. બિટીપીના કાર્યાલય ખાતે છોટુભાઈ વસાવાની હાજરીમાં બિટીપી પ્રદેશ અધ્યક્ષ અને જનતાદળના ગુજરાત પ્રદેશ અધ્યક્ષની મુલાકાત થઇ છે. જેડીયુ અને બિટીપી ભેગા થઈને ચૂંટણી લડશે એવો મોટો ખુલાસો છોટુભાઈ વસાવાએ કર્યો છે. તેમણે કહ્યુ કે, જેડીયુની મદદથી અમે ચૂંટણી લડીશું.
હાલમાં નરેન્દ્ર મોદી, અમિત શાહ, અરવિંદ કેજરીવાલ, રાહુલ ગાંધી ગુજરાતમાં પ્રવાસ કરી રહ્યા છે અને પ્રચાર કરી રહ્યા છે. ત્યારે હવે ગુજરાતમાં બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર ચૂંટણી પ્રચાર કરવા આવશે. તેમણે કહ્યુ કે જનતાદળ અમારા જુના સાથી છે અને જૂના સાથી સાથે મળીને અમે ચૂંટણી લડીશું.
બીટીપી દ્વારા ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈને એક યાદી જાહેર કરી દેવામાં આવી છે. જ્યારે આગામી દિવસોમાં વધુ ઉમેદવારો જાહેર કરવામાં આવશે. હવે તેઓ જેડીયુ સાથે મળીને ચૂંટણી લડવા જઇ રહ્યા છે. ચૂંટણીમાં કેટલાક બીટીપીના ઉમેદવાર હશે, જ્યારે કેટલાક જેડીયુના સાથી મળીને ચૂંટણી લડશે.
આ પણ વાંચો : AAPની 11મી યાદી જાહેર, જાણો અલ્પેશ કથારીયા અને ધાર્મીક ક્યાંથી લડી રહ્યા છે ચૂંટણી