કચ્છ - સૌરાષ્ટ્રગુજરાતચૂંટણી 2022ટોપ ન્યૂઝ

કોગ્રેંસ ધારાસભ્યનું ભાજપને ખુલ્લુ સમર્થન, કહ્યું આપને મત આપવા કરતા ભાજપને આપજો!

Text To Speech

ધોરાજી કોંગ્રેસના ધારાસભ્ય લલિત વસોયાએ આપ્યું ભાજપને ખુલ્લુ સમર્થન, કહ્યું આપને મત આપવા કરતા ભાજપને મત આપજો. ત્યારે આ મુદ્દે ગુજરાતમાં રાજકારણ ગરમાય રહ્યુ છે, અને અનેક અટકળોનો દોર શરુ થઈ ગયો છે. લલિત વસોયાના આ નિવેદનથી લોકોમાં ભારે ચર્ચા જામી છે.

કોંગ્રેસના ધારાસભ્ય લલિત વસોયાની ભાષણમાં જીભ લપસી

રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીની તારીખોની જાહેરાત થઈ છે. ત્યારે ભાજપ, કોંગ્રેસ અને હવે આપ પણ એડી ચોટીનું જોર લગાવીને પ્રચારમાં લાગી ગયુ છે. ત્યારે આ પ્રચારની કામગીરી દરમિયાન ધોરાજી કોંગ્રેસના ધારાસભ્ય લલિત વસોયાએ ચોકાવનારુ નિવેદન આપ્યુ હતુ. જે નિવેદનથી લોકો ચોકી ઉઠ્યા હતા. ધોરાજી કોંગ્રેસના ધારાસભ્યએ એક પ્રચારમાં રામાયણનું ઉદાહરણ આપ્યુ હતું કે ભાજપની તાકાત નથી કે તે ધોરાજીમાં કોંગ્રેસને હરાવી શકે. તેમજ આમ આદમી પણ ભાજપને હરાવી શકે તેમ નથી આથી મફત વિજળી, ગેરંટી કાર્ડ જેવી રેવડી આપી લોકોને છેતરવાનું બંધ કરી દે. ત્યારે આ બાદ વસોયાએ કહ્યું કે આપ કોંગ્રેસના મત તોડાવવા આવી છે. જેથી આપને મત આપવા કરતા તો ભાજપને મત આપવો.

આ પણ વાંચો:ધોરાજીના MLA વસોયાએ મુકેલા વોટ્સએપ સ્ટેટ્સથી ફરી રાજકારણ ગરમાયુ !

વસોયાના નિવેદન બાદ ભાજપના નેતાએ કર્યુ ટ્વીટ

ત્યારે આ નિવેદનથી રાજકારણ ગરમાય રહ્યું છે જે નિવેદન બાદ ભાજપના નેતા યજ્ઞેશ દવેએ ટ્વીટ કરીને લખ્યું હતું કે કૉંગ્રેસના વર્તમાન ધારાસભ્ય લલિત વસોયા કૉંગ્રેસના મંચથી ભાજપને મત આપવા અપીલ કરી રહ્યા છે. જે તેમના અંતરઆત્માનો અવાજ છે.

Back to top button