કચ્છ - સૌરાષ્ટ્રચૂંટણી 2022

‘આપ’માંથી વધુ એક નેતાની વિદાય : રાજભા ઝાલા આપી શકે છે રાજીનામું

Text To Speech

ગુજરાત વિધાનસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે, તેમ તેમ રાજ્યમાં મોટી રાજકીય ઊથલપાથલો જોવા મળી રહી છે. કેટલાંક નેતાઓ પક્ષ છોડી રહ્યાં છે, તો કેટલાંક નેતાઓ પક્ષ બદલી રહ્યાં રહ્યાં છે. તેવામાં જ એક એવા સમાચાર મળી રહ્યાં છે કે ભાજપાનાં પૂર્વ નેતા અને રાજકોટ મનપાનાં સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન રાજભા ઝાલા હવે આમ આદમી પાર્ટી છોડી રહ્યાં છે.

આ પણ વાંચો : ગુજરાતમાં ‘આપ’ને મોટો ફટકો, ઇન્દ્રનીલ રાજગુરૂએ ફરી પંજો પકડ્યો

14 નવેમ્બરે આપી શકે છે રાજીનામું

ઈન્દ્રનીલ રાજગુરુ બાદ રાજભા ઝાલા હવે આમ આદમી પાર્ટી છોડશે તો ચૂંટણી પહેલાં આપને ઘણો મોટો ઝટકો વાગી શકે છે. સૂત્રોનાં જણાવ્યા મુજબ તેઓ કેજરીવાલનાં ગુજરાત પ્રવાસ સમયે નારાજ જોવા મળ્યાં હતાં અને હવે તેઓ 14 નવેમ્બર બાદ આપમાંથી રાજીનામું આપે તેવી શક્યતાઓ વર્તાઈ રહી છે.

સૂત્રો મુજબ કેજરીવાલનાં રોડશો બાદ રાજભા ઝાલાએ પોતાનાં સમર્થકો સાથે મીટિંગ કરી આમ આદમી છોડવાનો નિર્ણય લીધો છે. હવે રાજભા આપ છોડી કઈ પાર્ટીમાં જોડાશે તે પણ એક ચર્ચાનો મુદ્દો બન્યો છે.

AAP - Hum Dekhenge News
Aam Adami Party

થોડાં દિવસ પહેલાં જ ઇન્દ્રનીલ રાજગુરૂએ આપ્યું હતું રાજીનામું

અત્રે ઊલ્લ્ખનીય છે કે સૌરાષ્ટ્રના દિગ્ગજ ગણાતા નેતા ઇન્દ્રનીલ રાજગુરૂએ પણ બે દિવસ પહેલાં આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપ્યું હતું. આમ આદમીમાંથી છૂટા થયાં બાજ તેઓએ ફરી એકવાર કોંગ્રેસમાં જોડાઈ. કોંગ્રેસનો ખેસ ધારણ કર્યો છે. દિલ્હીમાં રાજગુરૂએ ગુજરાત પ્રદેશના નેતાઓ તેમજ મોવડી મંડળની હાજરીમાં ફરી તેઓ કોંગ્રેસ પાર્ટીમાં સામેલ થયા હતાં.

Back to top button