T-20 વર્લ્ડ કપટોપ ન્યૂઝટ્રેન્ડિંગસ્પોર્ટસ

ભારતે ઝિમ્બાબ્વેને 71 રને હરાવ્યું : હવે ઈંગ્લેન્ડ સામે સેમિફાઈનલમાં જંગ

T20 વર્લ્ડ કપમાં ભારત-ઝિમ્બાબ્વે વચ્ચેની મેચમાં ભારતે ઝિમ્બાબ્વેને હરાવી સેમિફાઈનલમાં અને ગ્રુપ-2નાં ટેબલમાં ટોપ પર પહોંચી ગયું છે. આ સાથે જ હવે ભારતીય ટીમ ગુરુવારે એડિલેડ ખાતે ઈંગ્લેન્ડ સામે પોતાનો સેમિફાઈનલ મુકાબલો રમશે. પ્રથમ બેટિંગ કરતાં ઝિમ્બાબ્વેને 187 રનનો ટાર્ગેટ આપ્યો હતો. જેનાં જવાબમાં ભારતીય બોલરો સામે ઝિમ્બાબ્વે ઘૂંટણીએ આવી ગયું હતું. લક્ષ્યનો પીછો કરતી ઝિમ્બાબ્વેને 115 રનમાં જ ઓલઆઉટ કરી દીધી હતી.

LIVE : IND – 186/5 (20) CRR – 9.30

             ZIM  – 115/10 (17.2) CRR – 6.63

ભારતીય ફાસ્ટ બોલરો સામે અડધી ઝિમ્બાબ્વેની ટીમ આઉટ થઈ ગઈ હતી.  અશ્વિન, ભુવનેશ્લર,અર્શદીપ,શમી અને હાર્દિક સામે ઝિમ્બાબ્વે ઘૂંટણીએ આવી ગયું હતું. ઝિમ્બાબ્વેની ટીમે ઘણી ખરાબ શરુઆત કરી હતી. શરુઆતની 2 ઓવરમાં જ 2 રને 2 વિકેટો ગુમાવી હતી.  ભારત તરફથી સૌથી વધુ અશ્વિને 3  વિકેટ ઝડપી હતી. મોહમ્મદ શમી અને હાર્દિક પંડ્યાએ પણ 2 વિકેટ ઝડપી  હતી.  આ સિવાય ભુવનેશ્વર,અર્શદીપ અને અક્ષરે 1-1 વિકેટ ઝડપી હતી.

પહેલાં બેટિંગ કરતાં 20 ઓવર બાદ ભારત 5 વિકેટનાં નુકસાને 186 રન બનાવ્યાં હતા.જેમાં ભારત તરફથી કે એલ રાહુલ અને સૂર્યાકુમાર યાદવની ફિફ્ટીની મદદથી ભારતે 186 રન સ્કોરબોર્ડ પર લગાવી દીધા હતાં .લક્ષ્યનો પીછો કરતાં  કે એલ રાહુલે આજની મેચમાં પણ તેની અડધી સદી ફટકારી 51 રને આઉટ થયો હતો. આ સિવાય સૂર્યાકુમાર યાદવે પણ તેની ફિફ્ટી ફટકારી હતી. કે એલ રાહુલે 3 છગ્ગા અને 3 ચોગ્ગાની મદદથી 35 બોલમાં 51 રન ફટકાર્યા હતાં.

સૂર્યાની ફિફ્ટી : છેલ્લી 5 ઓવરમાં 79 રન બનાવ્યાં 

એક સમયે કોહલી, રોહિત અને પંત આઉટ થયાં બાદ એવું લાગતું હતું કે ટીમ ઈન્ડિયા 140 જેટલાં રન જ બનાવી શકશે, પરંતુ છેલ્લી 5 ઓવરમાં ટીમે 79 રન ફટકાર્યા હતા,  જેમાં સૂર્યાકુમારનાં અણનમ 61 રન હતાં. સૂર્યાકુમારે 4 છગ્ગા અને 6 ચોગ્ગાની મદદથી 244નાં સ્ટ્રાઈક રેટથી અણનમ 61 રન બનાવ્યાં હતાં. સૂર્યાકુમારની આ તોફાની ઈનિંગથી તે વર્લ્ડ કપનો તેણે પાંચમી ફાસ્ટેટ ફિફ્ટી ફટકારી છે. સૂર્યાકુમાર હાલ ઈન્ટરનેશનવ T20 બેટિંગ રેંન્કિગમાં પહેલાં સ્થાને છે.

બંને ટીમોના પ્લેઈંગ ઈલેવન

ભારત: કે એલ રાહુલ, રોહિત શર્મા (કેપ્ટન), વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, હાર્દિક પંડ્યા, રિષભ પંત (વિકેટ કીપર), અક્ષર પટેલ, રવિચંદ્રન અશ્વિન, ભુવનેશ્વર કુમાર, મોહમ્મદ શમી, અર્શદીપ સિંહ

ઝિમ્બાબ્વે: વેસ્લી માધવેરે, ક્રેગ એર્વિન (કેપ્ટન), મિલ્ટન શુમ્બા, સીન વિલિયમ્સ, સિકંદર રઝા, રેગિસ ચકાબ્વા(વિકેટ કીપર), રેયાન બર્લ,  વેલિંગ્ટન મસાકાદઝા , ટેન્ડાઈ ચતારા, રિચાર્ડ નગારાવા, બ્લેસિંગ મુઝારાબાની

હેડ ટુ હેડ

બંને ટીમો વચ્ચે અત્યાર સુધીમાં 7 T20 આંતરરાષ્ટ્રીય મેચ રમાઈ છે. જેમાંથી ભારતે 5માં જીત મેળવી છે. આ સાથે જ ઝિમ્બાબ્વેએ 2 મેચ જીતી છે. બંને વચ્ચે છેલ્લી મેચ 22 જૂન 2016ના રોજ રમાઈ હતી. આ મેચમાં ટીમ ઈન્ડિયાનો 3 રને વિજય થયો હતો.

વરસાદની 30 ટકા શક્યતા

ઓસ્ટ્રેલિયાના હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ભારત-ઝિમ્બાબ્વે મેચ દરમિયાન વરસાદની 30 ટકા શક્યતા છે. આ મેચ મેલબોર્નમાં રમાવાની છે અને અત્યાર સુધીમાં 3 મેચ વરસાદમાં ધોવાઈ ગઈ છે. અહીં હવામાન બદલાતું રહે છે, તેથી તે કહી શકાય નહીં કે વરસાદની વધુ કે ઓછી સંભાવના છે.

પિચ રિપોર્ટ

આ મેચ મેલબર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે રમાઈ રહી છે. અહીં  T20 મેચોમાં પ્રથમ બેટિંગ કરતા ટીમે 8 વખત મેચ જીતી છે. આ સાથે જ બીજી ઈનિંગમાં બેટિંગ કરનાર ટીમે 11 મેચ જીતી છે. પ્રથમ દાવ માટે સરેરાશ સ્કોર 141 અને બીજી ઈનિંગ માટે 128 હતો. મેલબોર્નની પીચથી ઝડપી બોલરોને ફાયદો થશે. તે જ સમયે, જો બેટ્સમેન પીચ પર થોડો સમય વિતાવે તો તેઓ મોટો સ્કોર કરી શકે છે. ટોસ જીતનારી ટીમ પહેલા બેટિંગ કરવા માંગે છે.

Back to top button