વર્લ્ડ

તાંઝાનિયામાં લેન્ડિંગ દરમિયાન પ્લેન થયું ક્રેશ

Text To Speech

તાંઝાનિયામાં રવિવારે એક પેસેન્જર પ્લેન ક્રેશ થયું હતું. કહેવામાં આવી રહ્યું છે કે લેન્ડિંગ દરમિયાન પેસેન્જર પ્લેન ઉત્તર-પશ્ચિમ શહેર બુકોબામાં એરપોર્ટની બાજુમાં વિક્ટોરિયા તળાવમાં ક્રેશ થયું હતું. બુકોબા એરપોર્ટ પર રનવેનો એક છેડો આફ્રિકાના સૌથી મોટા તળાવ વિક્ટોરિયા તળાવની બરાબર બાજુમાં આવેલ છે. આ પ્રિસિઝન એર પ્લેન દાર એસ સલામથી બુકોબા વાયા મ્વાન્ઝા થઈને જઈ રહ્યું હતું.

15 લોકોને બચાવી લેવાયા છે

તાંઝાનિયા બ્રોડકાસ્ટિંગ કોર્પોરેશન (ટીબીસી) એ જણાવ્યું હતું કે, “રાજધાની દાર એસ સલામથી ઉડાન ભરેલું વિમાન આજે સવારે તોફાન અને ભારે વરસાદને કારણે વિક્ટોરિયા તળાવમાં ક્રેશ થયું હતું.” ટીબીસીએ અહેવાલ આપ્યો હતો કે અત્યાર સુધીમાં પંદર લોકોને બચાવી લેવામાં આવ્યા છે, પરંતુ પ્રિસિઝન એર ફ્લાઇટમાં કેટલા મુસાફરો સવાર હતા અને કેટલા મૃત્યુ પામ્યા તેની કોઈ ચોક્કસ માહિતી મળી શકી નથી.

તાંઝાનિયામાં લેન્ડિંગ દરમિયાન પ્લેન થયું ક્રેશ - humdekhengenews

સોશીયલ મીડિયા પર જોવા મળતા વિડીયો ફૂટેજ અને તસ્વીરોમાં જોઈ શકાય છે કે પ્લેન પૂરી રીતે તળાવમાં ગરકાવ થય ગયું છે. જેમાં માત્ર ભૂરા રંગનો પાછળનો ભાગ જ પાણીની ઉરની સપાટી પર જોવા મળે છે.

રેસ્ક્યુ ઓપરેશન ચાલુ છે

ટીબીસીએ જણાવ્યું હતું કે બચાવ બોટ તૈનાત કરવામાં આવી છે અને વિમાનમાં ફસાયેલા અન્ય મુસાફરોને બચાવવા માટે ઇમરજન્સી કામદારો કામ કરી રહ્યા છે.

તાંઝાનિયાની સૌથી મોટી ખાનગી માલિકીની એરલાઇન પ્રિસિઝન એરએ પ્લેનની ઓળખ ફ્લાઇટ PW 494 તરીકે કરી હતી અને કહ્યું હતું કે તે “એરપોર્ટની નજીક આવી રહ્યું હતું ત્યારે ક્રેશ થયું હતું”. એરલાઇનના નિવેદનમાં વધુ વિગતો આપવામાં આવી નથી.

Back to top button