ટ્રેન્ડિંગમનોરંજન

રણબીર કપૂર અને આલિયા ભટ્ટને ત્યાં દિકરીનો જન્મ

Text To Speech

બોલિવુડમાં કપૂર પરિવાર માટે ખુશીના સમાચાર સસામે આવ્યા છે. કપૂર પરિવારની પુત્રવધુ આલિયા ભટ્ટે દિકરીને જન્મ આપ્યો છે. માતા-પિતા બનીને આલિયા અને રણબીર ખૂબ જ ખુશ છે. બોલીવુડનુ મોસ્ટ લવિંગ કપલ પેરેન્ટ ક્લબમાં સામેલ થઈ ગયુ છે. દરેક આલિયા-રણબીરને શુભકામનાઓ પાઠવી રહ્યા છે.

આલિયા ભટ્ટની ડિલીવરી એચએન રિલાયન્સ હોસ્પિટલમાં થઈ છે. આલિયા અને રણબીરના બાળકના જન્મ બાદ કપૂર ખાનદાન અને ભટ્ટ ફેમિલીમાં જશ્નનો માહોલ છે. દરેક ખુશીથી ઝૂમી રહ્યા છે. નાના મહેમાનના આગમનની બંને પરિવાર રાહ જોઈ રહ્યા હતા.

રણબીર કપૂર અને આલિયા ભટ્ટને ત્યાં દિકરીનો જન્મ- humdekhengenews

આ પણ વાંચો : સંગીતકાર મિથુન શર્મા સાથે પ્રભુતામાં પગલાં માંડશે પ્લેબેક સિંગર પલક મુછલ

આલિયા અને રણબીરે આ વર્ષે એપ્રિલ મહિનામાં લગ્ન કરીને સાથે થયા છે. લગ્નના થોડા સમય બાદ આ કપલે સારા સમાચાર આપીને બધાને ચોંકાવી દીધા હતા. આલિયાના પ્રેગ્નન્સીના સમાચાર સાંભળીને ચાહકો ચોંકી જવાની સાથે ખૂબ ખુશ હતા. ત્યારથી જ આલિયા અને રણબીરના બાળકના જન્મની રાહ જોવામાં આવી રહી હતી. હવે તે સુંદર ક્ષણ આવી ગઈ છે જ્યાં આલિયાએ પોતાના બાળકને જન્મ આપ્યો છે.

Back to top button