IND vs ZIM LIVE : કે એલ રાહુલની ફિફ્ટી, રોહિત-કોહલી-પંત આઉટ થતાં મુશ્કેલીમાં ટીમ ઈન્ડિયા
T20 વર્લ્ડ કપની છેલ્લી લીગ મેચમાં આજે ભારત-ઝિમ્બાબ્વે વચ્ચે રમાઈ રહી છે. જેમાં ભારતે ટોસ જીતી પહેલાં બોલિંગ કરવાનો નિર્ણય કર્યો છે. પહેલાં બેટિંગ કરતાં 15 ઓવર બાદ ભારતનો સ્કોર 107/4 પર પહોંચ્યો છે. કેપ્ટન રોહિત શર્મા ફરી 13 બોલમાં માત્ર 15 રન બનાવી આઉટ થઈ ગયો છે. કે એલ રાહુલે આજની મેચમાં પણ તેની અડધી સદી ફટકારી 51 રને આઉટ થયો હતો. આ સિવાય કોહલી 26 રને અને રિષભ પંત 3 રન બનાવી આઉટ થયો હતો. સૂર્યાકુમાર અને હાર્દિક પંડ્યા હાલ બંને રમતમાં છે.
LIVE : IND – 107/4 (15) CRR 7.13
ટીમ ઈન્ડિયા 6 પોઈન્ટ સાથે ગ્રુપમાં પહેલા સ્થાન પર છે. નેધરલેન્ડ સામે દક્ષિણ આફ્રિકાની હાર બાદ આજે સવારે ભારત સેમિફાઇનલમાં પહોંચી ગયું છે. 6 વર્ષ બાદ બંને ટીમો T20 મેચ રમતા જોવા મળશે. તે જ સમયે, T20 વર્લ્ડ કપના ઇતિહાસમાં ભારત પ્રથમ વખત ઝિમ્બાબ્વે સામે રમશે.
બંને ટીમોના પ્લેઈંગ ઈલેવન
ભારત: કે એલ રાહુલ, રોહિત શર્મા (કેપ્ટન), વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, હાર્દિક પંડ્યા, રિષભ પંત (વિકેટ કીપર), અક્ષર પટેલ, રવિચંદ્રન અશ્વિન, ભુવનેશ્વર કુમાર, મોહમ્મદ શમી, અર્શદીપ સિંહ
ઝિમ્બાબ્વે: વેસ્લી માધવેરે, ક્રેગ એર્વિન (કેપ્ટન), મિલ્ટન શુમ્બા, સીન વિલિયમ્સ, સિકંદર રઝા, રેગિસ ચકાબ્વા(વિકેટ કીપર), રેયાન બર્લ, વેલિંગ્ટન મસાકાદઝા , ટેન્ડાઈ ચતારા, રિચાર્ડ નગારાવા, બ્લેસિંગ મુઝારાબાની
હેડ ટુ હેડ
બંને ટીમો વચ્ચે અત્યાર સુધીમાં 7 T20 આંતરરાષ્ટ્રીય મેચ રમાઈ છે. જેમાંથી ભારતે 5માં જીત મેળવી છે. આ સાથે જ ઝિમ્બાબ્વેએ 2 મેચ જીતી છે. બંને વચ્ચે છેલ્લી મેચ 22 જૂન 2016ના રોજ રમાઈ હતી. આ મેચમાં ટીમ ઈન્ડિયાનો 3 રને વિજય થયો હતો.
વરસાદની 30 ટકા શક્યતા
ઓસ્ટ્રેલિયાના હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ભારત-ઝિમ્બાબ્વે મેચ દરમિયાન વરસાદની 30 ટકા શક્યતા છે. આ મેચ મેલબોર્નમાં રમાવાની છે અને અત્યાર સુધીમાં 3 મેચ વરસાદમાં ધોવાઈ ગઈ છે. અહીં હવામાન બદલાતું રહે છે, તેથી તે કહી શકાય નહીં કે વરસાદની વધુ કે ઓછી સંભાવના છે.
પિચ રિપોર્ટ
આ મેચ મેલબર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે રમાઈ રહી છે. અહીં T20 મેચોમાં પ્રથમ બેટિંગ કરતા ટીમે 8 વખત મેચ જીતી છે. આ સાથે જ બીજી ઈનિંગમાં બેટિંગ કરનાર ટીમે 11 મેચ જીતી છે. પ્રથમ દાવ માટે સરેરાશ સ્કોર 141 અને બીજી ઈનિંગ માટે 128 હતો. મેલબોર્નની પીચથી ઝડપી બોલરોને ફાયદો થશે. તે જ સમયે, જો બેટ્સમેન પીચ પર થોડો સમય વિતાવે તો તેઓ મોટો સ્કોર કરી શકે છે. ટોસ જીતનારી ટીમ પહેલા બેટિંગ કરવા માંગે છે.