ફોટો સ્ટોરીમનોરંજન

ઉર્વશી ઢોળકિયાએ બિકીનીમાં ફોટા શેર કરી સોશિયલ મીડિયા પર લગાવી આગ

Text To Speech

ટીવી સિરિયલની જાણીતી અભિનેત્રી ઉર્વશી ઢોળકિયાએ ઈન્સ્ટાગ્રામ પર બિકીનીમાં ફોટા શેર કરીને હંગામો ઊભો કરી દીધો છે. 43 વર્ષની ઉંમરે પણ આ હસીના પાણી પર આગ લગાવી રહી છે. તેને જોઈને કોઈ કહી શકે તેમ નથી કે આ એ જ કમોલિકા છે જેણે ટીવી પર પોતાના નામનો ઘણો ડંકો વગાડ્યો હતો.

બ્લૂ બિકીનીમાં ઉર્વશી ઢોળકિયા પૂલમાં ઘણી મસ્તી કરતી જોવા મળી રહી છે. એક પછી એક એક્ટ્રેસે પોતાના ફોટો શેર કર્યા છે, જે હવે સોશિયલ મીડિયા પર છવાઈ ગયેલા જોવા મળ્યા છે. ફોટાને શેર કરવાની સાથે જ ઉર્વશીએ વુમનહુડને લઈને સ્ટ્રોંગ મેસેજ પણ આપ્યો છે.

આ પણ વાંચો : વરુણ ધવનને થઈ “વેસ્ટિબ્યુલર હાઇપોફંક્શન’ નામની બીમારી

ઉર્વશીએ બિકીનીમાં ફોટા શેર કરતા લખ્યું છે કે, ના જાણે કેટલા સમયથી હંમેશાં મહિલાઓને જજ કરવામાં આવે છે. તેમણે શું પહેરવું જોઈએ, કેવી દેખાવું જોઈએ, કેવી રીતે વર્તન કરવું જોઈએ. પરંતુ મેં દર વખતે સોસાયટીના આ દબાવને નકાર્યો છે. મહિલાઓનો અધિકાર છે તેમના મન પ્રમાણે જીવવાની, તેમના મન પ્રમાણે કપડાં પહેરવાની અને કંઈ પણ કરવાની.

Back to top button