ચૂંટણી 2022

‘અવસર ઈ-પ્લેડ્જ કેમ્પેઈન’ લોન્ચ થયું : 24 કલાકમાં 1,50,000 થી વધુ મતદારોએ મતદાન માટેની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી

Text To Speech

મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા સંકલ્પબદ્ધ બને એ હેતુથી ગુજરાતના મુખ્ય નિર્વાચન અધિકારીની કચેરી દ્વારા ‘અવસર ઈ-પ્લેડ્જ કેમ્પેઈન’ શરૂ કરવામાં આવ્યું છે. મુખ્ય નિર્વાચન અધિકારી પી.ભારતીએ ગઈકાલે, શુક્રવારે ઈ-પ્લેડ્જ લીંક લોન્ચ કરી હતી. આ લોન્ચિંગના માત્ર ૨૪ કલાકમાં ૧,૫૦,૦૦૦થી વધુ જાગૃત મતદારોએ ઈ-પ્લેડ્જ દ્વારા મતદાન માટેની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.

આ પણ વાંચો : ગુજરાતની આ બેઠક જ્યાંથી ચૂંટાય છે રાજ્યના CM

ચૂંટણીમાં મહત્તમ મતદાન માટે શરુ કરાયું ઈ-પ્લેડ્જ કેમ્પેઈન

આગામી ચૂંટણીમાં મહત્તમ મતદારો મતદાન કરે તે માટે એક પહેલના ભાગરૂપે ચુનાવ સેતુ પોર્ટલ પર ઉપલબ્ધ કરાવવામાં આવેલી મતદાર પ્રતિજ્ઞાને બહોળો પ્રતિસાદ મળી રહ્યો છે. મતદારોએ https://chunavsetu.gujarat.gov.in/docs/epledge/epledge.aspx લીંકનો ઉપયોગ કરી મતદાન માટે પ્રતિજ્ઞા લઈને પોતાનું પ્રતિજ્ઞા પત્ર ડાઉનલોડ કર્યું છે.

મતદાન માટે સંકલ્પ લેવા લોકોએ પ્રેરિત થવું જોઈએ : પી. ભારતી

ઈ-પ્લેડ્જના લોન્ચિંગ સમયે મુખ્ય નિર્વાચન અધિકારી પી. ભારતીએ અપીલ કરતાં જણાવ્યું હતું કે, મહત્તમ મતદારો આ મતદાન પ્રતિજ્ઞા કેમ્પેઈનમાં જોડાઈ લોકશાહીના આ પર્વમાં સહભાગી બને, સાથે જ આ ઈ-પ્લેડ્જની કૉપી પોતાના સોશિયલ મીડિયાના માધ્યમોમાં શૅર કરે, જેથી અન્ય લોકો પણ મતદાન માટે સંકલ્પ લેવા પ્રેરાય. મહત્તમ મતદારોની ચૂંટણી પ્રક્રિયામાં સહભાગીતા સુનિશ્ચિત કરવા અને વધુમાં વધુ મતદાન થાય તે માટે મુખ્ય નિર્વાચન અધિકારીની કચેરી દ્વારા આ ઑનલાઈન કેમ્પેઈન લૉન્ચ કરવામાં આવ્યું છે.

Back to top button