ગુજરાતચૂંટણી 2022ટોપ ન્યૂઝ

રાજગુરૂએ આપ પાર્ટીને લઈને કર્યો મોટો ઘટસ્ફોટ, પ્રાઈવેટ પ્લેનમાં આવે છે કરોડો રૂપિયા

ગુજરાત વિધાનસભાની ચૂંટણીની જાહેરાત થઇ ગઇ છે ત્યારે તમામ પક્ષમાં ખેચતાણ ચાલી રહી છે. ત્યારે ગઈકાલે AAP છોડીને કોંગ્રેસમાં સામેલ થયેલા ઈન્દ્રનીલ રાજગુરુએ અરવિંદ કેજરીવાલ અને પંજાબના સીએમ ભગવંત માન પર ગંભીર આરોપ લગાવ્યા છે.  તેમણે આરોપ લગાવ્યો હતો કે 1 ઓક્ટોબરે કેજરીવાલ અને માન પ્લેનમાંથી પૈસા લાવ્યા હતા. ઈન્દ્રનીલ રાજગુરુ દાવો કરે છે કે જ્યારે આ બંને મુખ્યમંત્રીઓ રાજકોટ આવે છે. ત્યારે તેઓ પ્લેનમાં પૈસા લઈને આવે છે અને તેમને લાવવાની મંજૂરી આપવામાં આવે છે. તેમણે કહ્યું કે ગઈકાલે મારા કોંગ્રેસમાં પરત ફર્યા બાદ AAP પાર્ટીએ આરોપ લગાવ્યો કે હું CM ચહેરો બનવા માંગુ છું અને 15 ટિકિટ માંગી રહ્યો હતો.જ્યારે 6 મહિના પહેલા જ નક્કી કરવામાં આવ્યું હતું કે AAPનો CM ચહેરો કોણ હશે.

ઇંદ્રનીલ રાજ્યગુરૂએ એક પ્રેસ કોન્ફરન્સ કરીને આમ આદમી પાર્ટી ઉપર મોટા આક્ષેપો કર્યા હતા અને એક મોટો ધડાકો કર્યો છે. જેમાં તેમણે કહ્યું કે આમ આદમી પાર્ટીના ઉમેદવારોનું લિસ્ટ ભાજપ દ્વારા નક્કી કરવામાં આવે છે. આમ આદમી પાર્ટીમાં ફાઇનલ નામ કમલમમાંથી નક્કી થાય છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે મારા કોંગ્રેસમાં જોડાયા પછી આમ આદમી પાર્ટી દ્વારા આરોપ લગાવવામાં આવ્યો હતો કે હું મુખ્યમંત્રીનો ચહેરો બનવા માંગુ છુ અને 15 લોકો માટે ટિકિટ માંગી રહ્યો છું. હકીકત તો આ છે કે મે જોયુ છે કે કોંગ્રેસને હરાવવા માટે તેઓએ ભાજપ સાથે સેટિંગ કર્યુ છે. કમલમ તરફથી ટિકિટ સેટિંગનો મેસેજ આવે છે. ઇંદ્રનીલ રાજ્યગુરૂએ વધુમાં આક્ષેપ કરતા કહ્યુ કે આમ આદમી પાર્ટી દ્વારા પ્રાઇવેટ પ્લેનમાં રૂપિયા ગુજરાતમાં લાવવામાં આવી રહ્યા છે. તો સાથે સાથે ઈન્દ્રનીલ રાજ્યગુરુએ કહ્યું કે, આમ આદમી પાર્ટીને મળતા ફંડની તપાસ થવી જોઇએ.

જ્યારે પણ અરવિંદ કેજરીવાલ અને ભગવંત માન ગુજરાત આવે છે ત્યારે ત પ્રાઈવેટ પ્લેનમાં પૈસા લઈને આવે છે. અને તેને લાવવાની મંજૂરી આપવામાં આવે છે. જોકે, તેને નાગરિક ઉડ્ડયન વિભાગ દ્વારા અટકાવવામાં આવતા નથી. મારી પાસેથી પણ પૈસા લેવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. આમ આદમી પાર્ટી પાસે મોટા પ્રમાણમાં ફંડ આવી રહ્યુ છે. એટલા બધા રૂપિયા હતા કે મે મારી આંખે જોયા પછી પણ વિશ્વાસ કરી શકતો ન હતો અને ચોંકી ગયો હતો. આપમાં ભ્રષ્ટાચાર નથી તો આટલા રૂપિયા ક્યાથી આવે છે ? જેનો કોઇ જવાબ મળ્યો નથી.

આ પણ વાંચો : ગુજરાત વિધાનસભા ચૂંટણી લઈને AAPની 10મી યાદી જાહેર

Back to top button