કર્ણાટકના માર્ગ અકસ્માતમાં 7 મહિલાઓના મોત, 11 લોકો ગંભીર રીતે ઘાયલ
કર્ણાટકના બિદરમાં એક ભયાનક માર્ગ અકસ્માતમાં સાત મહિલાઓના મોત થયા છે અને 11 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. મળતી માહિતી મુજબ શુક્રવારે મોડી રાત્રે ટ્રક અને ઓટો રિક્ષા વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં 11 જેટલી મહિલાઓના મોત થયા છે. બિદરના બેમલાખેડા સરકારી શાળા પાસે આ ઘટના બની હતી. જેમાં સવાર આ મહિલાઓ મજદૂર હોવાનું કહેવાય છે જે કામ પતાવીને રીક્ષામાં બેસી પોતાના ઘરે પરત ફરી રહી હતી. તે દરમિયાન અચાનક ટ્રકે રીક્ષાને ટક્કર મારી દીધી હતી.
Bidar, Karnataka | 7 women died & 6 were injured in a collision between a truck & an auto rikshaw today. The incident occurred near Bemalkheda village. Injured persons, who are from Budamanahalli village, were shifted to Bidar hospital: Bidar Police pic.twitter.com/TDlxsapuvx
— ANI (@ANI) November 5, 2022
આ પણ વાંચો: ઉત્તર પ્રદેશમાં ગોઝારો અકસ્માત : એક જ પરિવારના 5 સભ્યોના મોત
સ્થાનિક પોલીસનું કહેવું છે કે મોડી રાત્રે મહિલાઓ ઓટો રિક્ષામાં પોતાનું કામ પૂરું કરીને ઘરે પરત ફરી રહી હતી. ત્યારે બેમાલાખેડા સરકારી શાળા પાસે બેકાબૂ ટ્રકે ઓટો-રિક્ષા સાથે ટક્કર મારી હતી. ટક્કર એટલી જોરદાર હતી કે ઓટો રિક્ષાના ફુરચા ઉડી ગયા હતા. સાત મહિલાઓના મોત થયા છે.
પોલીસે જણાવ્યું કે બંને વાહનોના ડ્રાઈવર સહિત 11 લોકો ઘાયલ થયા છે. જેમાં બેની હાલત ગંભીર હોવાનું કહેવાય છે. બીજી તરફ પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.