ડીસામાં ચૂંટણી માટે સિંગલ વિન્ડો સિસ્ટમ શરૂ કરાઇ
પાલનપુર: વિધાનસભાની ચૂંટણી જાહેર થતા જ રાજકીય પક્ષોને રેલી, સભા સરઘસ કે વાહનોની પરમિટ માટે આમથી તેમ દોડવું ન પડે તે માટે ડીસામાં સિંગલ વિન્ડો સિસ્ટમ શરૂ કરાઇ છે. જ્યાં એક જ જગ્યાએથી તમામ પ્રકારની પરમિશન સરળતાથી મળી જશે.
ડીસા વિધાનસભા બેઠક માટે ડીસાની પ્રાંત કચેરી ખાતે ચૂંટણી માટેની કામગીરી માટે ડીસાના ચૂંટણી અધિકારી અને નાયબ કલેકટર નેહાબેન પંચાલ દ્વારા સિંગલ વિન્ડો સિસ્ટમની વ્યવસ્થા કરી દેવાઇ છે. જ્યાંથી રાજકીય પક્ષોને રેલી, સભા સરઘસ કે વાહનોની પરમિટ માટે એક જ જગ્યાએથી સરળતાથી પરમિશન મળી જશે.
આ પણ વાંચો : મસ્ક પર તોળાયુ વધુ એક સંકટ : અધિકારીઓની છટણી બાદ Twitter થયું ડાઉન
સિંગલ વિન્ડો સિસ્ટમને લગતી કામગીરી માટે જિલ્લા નોડલ ઓફિસર તરીકે નાયબ ખેતી નિયામક (વિસ્તરણ) પાલનપુર અને તાલુકા નોડલ ઓફિસર તરીકે કે.એચ.તરાલ મદદનીશ ચુંટણી અધિકારી અને મામલતદાર ડીસા (ગ્રામ્ય) ની તેમજ ટીમ લીડર તરીકે કે. બી. પટેલ નાયબ મામલતદાર પ્રાંત કચેરી ડીસા ને ફરજ સોંપવામાં આવી છે. આ અંગે તાલુકા નોડલ ઓફિસર કે.એચ. તરાલના જણાવ્યા મુજબ સિંગલ વિન્ડો સિસ્ટમને લગતી કામગીરીમાં મામલતદાર કચેરી, પ્રાંત કચેરી, આરટીઓ તેમજ પોલીસનો સ્ટાફ એક જ જગ્યાએ બેસી પરમિશન માંગતી અરજીનો ત્વરિત નિકાલ કરી પરમિશન આપવામાં આવશે.