ઉત્તર ગુજરાત

બનાસકાંઠામા 4 બુટલેગરોને પાસા હેઠળ જેલ ભેગા કર્યા

Text To Speech

પાલનપુર: ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણીઓ જાહેર થતા તંત્ર એક્શન મોડમાં કામગીરી કરી રહ્યું છે. વિધાનસભાની ચૂંટણીને અનુલક્ષી રાજ્ય અને આંતરરાષ્ટ્રીય સરહદ ધરાવતાં બનાસકાંઠા જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ સારી રીતે જળવાઇ રહે તેમજ અસામાજિક પ્રવૃત્તિઓને ડામવા માટે બનાસકાંઠા જિલ્લા મેજીસ્ટ્રેટ અને કલેકટર આનંદ પટેલે મહત્વનો નિર્ણય લઇ આવા તત્વો સામે સપાટો બોલાવ્યો છે.

આ પણ વાંચો : આઝાદીનાં 75 વર્ષે આ બેટ પરના ગામોને મળ્યું પહેલું વોટિંગ બુથ

દારૂનો ધંધો કરનારા ચાર જેટલાં બુટલેગરોને ગુજરાત અસામાજિક પ્રવૃત્તિઓ અટકાવવાના અધિનિયમ- 1985 ના કાયદાની કલમ-3(1) (પાસા) હેઠળ રાજ્યની વિવિધ જેલોમાં મોકલવા માટે બનાસકાંઠા જિલ્લા મેજીસ્ટ્રેટ દ્વારા હુકમો કરવામાં આવ્યાં છે

Back to top button