ચૂંટણી 2022બિઝનેસ

ગુજરાત ઈલેક્શનને લઈને સટ્ટાબજાર ગરમાયુ, ભાજપ પર આટલા કરોડનો લાગ્યો દાવ

Text To Speech

ગુજરાતના વિધાનસભાની તારીખો જાહેર થતા સટ્ટા બજાર ધમધમીયુ છે. ત્યારે આ વખતે 1લી અને 5મી ડિસેમ્બરના બે તબક્કામાં ચૂંટણી યોવાની છે. ત્યારે ચૂંટણીની તારીખો જાહેર થતાં જ ગુજરાતનું રાજકારણ ગરમાયું છે ત્યારે આ પક્ષને આટલી સીટો મળશે અને આ પક્ષને આટલીનો ઓપિનિયન પોલ પણ શરૂ કરી દેવામાં આવ્યો છે. જેમાં ગુજરાતમાં ભાજપનુ વર્ચસ્વ પહેલા જેવુ જ રહેશે તેમજ આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ નિરાશ થઈ રહ્યા છે. જો કે આ વચ્ચે ગુજરાતનું સટ્ટાબજાર ગરમ થઈ ગયું છે. ત્યારે આ સટ્ટા બજારના આંકડા પણ સામે આવ્યા છે.

રૂ. 40,000-50,000 કરોડનો ભાજપ પર લાગ્યો દાવ

આ ચૂંટણીમાં સટોડિયાઓ દ્વારા ભાજપનુ પલડું ભારે દેખાડવામાં આવી રહ્યુ છે. ત્યારે સટોડિયાઓને આશા છે કે આ વખતે ભાજપ લગભગ બે દાયકામાં સૌથી વધુ બેઠકો જીતશે. ત્યારે આગામી દિવસોમાં સટ્ટા બજારમાં કારોબાર રૂ. 40,000-50,000 કરોડની આસપાસ પહોંચી શકે છે. સટ્ટા બજારના આંકડા મુજબ ભાજપને 135 બેઠકો મળશે છે જ્યારે કોંગ્રેસને માત્ર 29 બેઠકો મળશે તેમાયં કેજરીવાલ સરકાર એટલે આમ આદમી પાર્ટીના ખાતામાં માત્ર 14 સીટો આવી રહી હોવાનુ અનુમાન લગાવવામાં આવી રહ્યુ છે.

આ પણ વાંચો: મનસુખ વસાવાએ પહેલા પુત્રી માટે ટિકિટ માંગી પછી કહ્યું, પાર્ટીનો નિર્ણય સર્વોપરી

Back to top button