આપના મુખ્યમંત્રી પદના ઉમેદવાર ઇસુદાન ગઢવી અંગે શું તમે આ વાત જાણો છો?
ગુજરાત વિધાનસભાની ચૂંટણી જાહેરાત બાદ આમ આદમી પાર્ટી તરફથી મુખ્યમંત્રીના ચહેરા તરીકે ઇસુદાન ગઢવીના નામની જાહેરાત કરી છે. ત્યારે આવો જાણીએ કોણ છે ઇસુદાન ગઢવી અને કેવી રીતે તેમનો થયો રાજકારણમાં પ્રવેશ ? ગામડાના ખેડૂતનો પુત્ર ઇસુદાન ગઢવીની કારકિર્દી પણ ખુબ જ રસપ્રદ છે.
વિદ્યાપીઠમાં અભ્યાસથી વિવિધ ચેનેલોથી થયા લોકપ્રિય
ગુજરાતમાં ન્યૂઝ મીડિયા માટે જાણીતું નામ એવા ઇસુદાન ગઢવી જામખંભાળિયા તાલુકાના પિપળીયા ગામના વતની છે. તેમના પિતા ખેરાજભાઇ ગઢવી સામાન્ય ખેડૂત હતા. ઇસુદાન ગઢવીએ 2005માં જર્નાલિઝમ અને માસ કોમ્યુનિકેશનમાં માસ્ટર ડિગ્રી મેળવ્યા બાદ તેમને દુરદર્શનનાં યોજના નામના કાર્યક્રમમાં જોડાયા હતા.
ઈસુદાન ગઢવીએ એમની માતા પાસેથી મેળવ્યા આશિર્વાદ!
પરિવર્તન નિશ્ચિત છે.
વિજયી ભવઃ#IsudanGadhvi4GujaratCM pic.twitter.com/sSAPBBIBF0
— AAP Gujarat | Mission2022 (@AAPGujarat) November 4, 2022
આ પછી 2005માં હૈદરાબાદ ખાતે ETV ગુજરાતીમાં જોડાયા હતા. ઇટીવીમાં તેમણે ગુજરાતમાં ઇન્ડસ્ટ્રીયલ પોલ્યુશન અને ડાંગ તથા કપરાડા તાલુકાનાં બિનકાયદેસર વૃક્ષ છેદનનાં 150 કરોડનાં કૌભાંદના મુદ્દાને ઇન્વેસ્ટિગેટિવ રિપોર્ટ કર્યા હતા. આ રિપોર્ટનાં કારણે સરકાર પણ ઉંઘતી ઝડપાઇ હતી. આ અહેવાલ બાદ સરકારે કાર્યવાહી કરવી પડી હતી. જેના કારણે ઇસુદાન ગઢવીએ નિડર પત્રકારની ઓળખ મળી હતી. 2007થી 2011 દરમિયાન તેમણે પોરબંદરમાં ઇટીવી ગુજરાતીના પત્રકાર તરીકે કામ કર્યું હતું.
આ પણ વાંચો : ગુજરાતમાં ક્યા વિસ્તારમાં અને કઈ બેઠક પર ક્યારે થશે મતદાન ?, જાણો તમામ અપડેટ
ખેડૂતોનો બન્યા અવાજ
નામના મેળવ્યા બાદ 2011થી 2015 ઇસુદાન ગઢવીએ ન્યૂઝ ચેનલમાં પોલિટિકલ અને ગવર્નન્સ રીલેટેડ સ્ટેટ બ્યુરો ચીફ તરીકે ગાંધીનગરમાં જોડાયા હતા. જે પછી 2015માં વીટીવીમાં ગુજરાતી મીડિયાનાં સૌથી યુવા ચેનલ હેડ તરીકે જોડાયા હતા. જ્યાં તેમનો મહામંથન નામનો કાર્યક્રમ ખુબ જ ખ્યાતી પામ્યો હતો. જો કે તેઓએ આખરે આ પદ પરથી પણ રાજીનામું આપીને આપનું ઝાડુ પકડ્યું હતું. ઇસુદાન હાલ અમદાવાદ ખાતે પોતાનાં માતા, પત્ની અને બે સંતાનો સાથે રહે છે.
આ પણ વાંચો : AAPએ 10 બેઠકો પર મુરતિયા ઉતાર્યા મેદાનમાં, કુલ 118 નામ જાહેર
સાફ રાજનીતિ કરવા માટે જોડાયા ‘આપ’ સાથે
જ્યારે ઇસુદાન ગઢવી આપમાં જોડાયા ત્યારે કહ્યું હતું કે, જનતાએ મને ખુબ પ્રેમ આપ્યો છે. 15-16 વર્ષનાં પત્રકારત્વ દરમિયાન મે વિચાર્યું પણ નહોતું કે હું આ સ્ટેજ પર હોઇશ. એક પત્રકાર તરીકે મેં મારાથી બનતા પ્રયાસો કરી લોકોને ન્યાય મળે તેવા પ્રયાસો કર્યા છે. એક સમયે વાલીઓ, વેપારી, ખેડૂતોના મુદ્દાઓ ઉઠાવવાનો પ્રયાસ કર્યો. જો કે હવે સિસ્ટમની ગંદકી દુર કરવા માટે રાજનીતિમાં ઉતરવાનું નક્કી કર્યું છે. હવે રાજનીતિમાંથી ગંદકી સાફ કરીશ, જે કામ કરવામાં કોંગ્રેસ નબળું રહ્યું છે.