ટ્રેન્ડિંગસાયન્સ એન્ડ ટેકનોલોજી

મસ્ક પર તોળાયુ વધુ એક સંકટ : અધિકારીઓની છટણી બાદ Twitter થયું ડાઉન

તાજેતરમાં જ WhatsApp અને Instagram ડાઉન થયાં બાદ આજે સવારે Twitter પણ ડાઉન થયું હતું.  ઘણા ટ્વિટર યુઝર્સે શુક્રવારે સવારે માઇક્રોબ્લોગિંગ સાઇટ સાથે સમસ્યાઓની જાણ કરી હતી. કેટલાક યુઝર્સે વેબસાઈટમાં લોગઈન કરવામાં મુશ્કેલી અનુભવી હતી, જ્યારે કોઈ યુઝર્સ ફીડ પેજ લોડ થતું હતું ત્યારે ” Something went wrong, but don’t worry – try again ” એવું પોપઅપ દેખાતું હતું. જો કે મોબાઈલ એપ યુઝર્સ માટે તે સંપૂર્ણ રીતે કામ કરે છે, પરંતુ વેબ પ્લેટફોર્મ માટે યુઝર્સને Twitter માં લોગ-ઈન કરતાં મુશ્કેલી ઊભી થઈ હતી. 94 ટકા યુઝર્સ ટ્વિટર વેબ સાથે સમસ્યાઓની જાણ કરી રહ્યા છે જ્યારે 6 ટકા મોબાઇલ એપ્લિકેશન સાથે કેટલીક સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે.

આ પણ વાંચો : Twitterમાં કર્મચારીઓની છટણી: ‘ઓફિસ આવી રહ્યા હોવ તો, ઘરે પાછા જાઓ’, મસ્કે શરૂ કર્યું કોસ્ટ કટિંગ

Twitter - Hum Dekhenge News
Twitter Down

સવારે 7 વાગે આઉટેજનાં પ્રમાણમાં મોટો વધારો જોવા મળ્યો

એક યુઝર્સે સોશિયલ મીડિયામાં લખ્યું હતું કે “હું ટ્વિટરને ઍક્સેસ કરવામાં અસમર્થ છું અને એક એરર પ્રોમ્પ્ટ મળી રહ્યો છે જેમાં લખ્યું છે કે” Something went wrong, but don’t worry – try again”. અહેવાલ મુજબ, આ આઉટેજ લગભગ રાત્રીનાં 3 વાગ્યાની આસપાસ શરૂ થયો હતો અને સવારે 7 વાગ્યાની આસપાસ આઉટેજનાં પ્રમાણમાં મોટો વધારો જોવા મળ્યો હતો. ભારત સિવાય સમગ્ર વિશ્વમાં હજારો Twitter વપરાશકર્તાઓ પણ આઉટેજની જાણ કરી હતી.

મસ્કે ઉચ્ચ અધિકારીઓની કરી છટણી

એલોન મસ્કે ટ્વિટર સાથેનો સોદો પૂર્ણ કરતાની સાથે જ સોશિયલ મીડિયા કંપનીનો કબજો લેવામાં આવ્યો છે. આ પછી, સૌથી પહેલા કંપનીના ઉચ્ચ હોદ્દા પર બેઠેલા તમામ અધિકારીઓની છટણી કરવામાં આવી રહી છે. મસ્ક ટ્વિટરના આશરે 7,500-વ્યક્તિના વર્કફોર્સમાંથી અડધા સ્ટાફને કાઢી મૂકવાની તૈયારીમાં છે, તેથી આજે સવારે  ટ્વિટરે કેટલાક વપરાશકર્તાઓ માટે કામ કરવાનું બંધ કરી દીધું હતું. આજે સવારે કંપનીએ 3500 જેટલાં કર્મચારીઓને ઓફિસ જતી વખતે ઘરે પાછા જવા માટે પણ કહ્યું હતુ. મસ્કએ પહેલેથી જ સંકેત આપ્યો હતો કે તે ટ્વિટર પર નોકરીમાં કાપ મૂકશે, જેની શરૂઆત તેણે અધિકારીઓની છટણી કરીને કરી છે.

ટ્વિટરનાં યુઝર્સે ટ્વિટર પર કસ્યો તંજ

ટ્વિટર ડાઉન થતાં જ ટ્વિટર યુઝર્સેને ઘણી મુશ્કલી ઊભી થઈ હતી, બાદમાં ટ્વિટર ફરી શરુ થતાં ટ્વિટરનાં યુઝર્સે ટ્વિટર પર જ તંજ કસ્યો હતો. યુઝર્સે અલગ-અલગ પ્રકારની મીમ્સ બનાવી ટ્વિટર અને એલોન મસ્કને ટ્રોલ કર્યા હતા. એક યુઝર્સે લખ્યું હતું કે,”જ્યારે ફેસબુક અને ઈનસ્ટાગ્રામ ડાઉન થાય ત્યારે ટ્વિટર પર જોવા જઈએ છીએ,પણ હવે ટ્વિટર ડાઉન થાય ત્યારે શું તેનાં હેડક્વોટર્સ પર જઈએ?”

ભારતીયોને બ્લુ ટિકમાટે દર મહિને 660 રુ. ચૂકવા પડશે

એલોન મસ્કના જણાવ્યા અનુસાર, ટ્વિટર પર ‘બ્લુ ટિક’નો ખર્ચ મહિને $8 હશે. જેને ભારતીય રૂપિયામાં ‘બ્લુ ટિક’ માટે 660.63 રૂપિયામાં ચૂકવવા પડશે. ઘણા અહેવાલો સૂચવે છે કે અગાઉ Twitter લગભગ $20 એટલે કે લગભગ 1650 રૂપિયા વેરિફાઈડ એકાઉન્ટ યુઝર્સ પાસેથી લેવાની યોજના બનાવી રહ્યું હતું. પરંતુ આ ફી વિશે સાંભળીને યુઝર્સે તેનો વિરોધ કર્યો અને ફી ઘટાડીને $8 કરી દીધી, જે 661.73 ભારતીય રૂપિયા છે.

Back to top button