ગુજરાતચૂંટણી 2022ટોપ ન્યૂઝ

AAPના મુખ્યમંત્રી પદના ઉમેદવાર તરીકે ઇસુદાન ગઢવીના નામની જાહેરાત

Text To Speech

રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી માટેની તૈયારીઓ ચાલી રહી છે ત્યારે આમ આદમી પાર્ટીની એન્ટ્રીથી ત્રિપાંખીયો જંગ જોવા મળી શકે છે. આપના નેતા ઈસુદાન ગઢવીની મુખ્યમંત્રી તરીકે જાહેરાત કરવામાં આવી છે. આ અંગેની સાથે આપના સરવેમાં એવું પણ જણાવવામાં આવ્યું છેકે, આમ આદમી પાર્ટીની સરકાર બનાવવા માટે 16.48 લાખ લોકોએ સરવેમાં મત આપ્યો અને ઈસુદાન ગઢવીને 73 ટકા મત મળ્યા છે.

 

આપના સંયોજક અરવિંદ કેજરીવાલે જણાવ્યું હતું કે અમે ગુજરાતની જનતાનો મત જાણીને ઇસુદાન ગઢવીના નામ ઉપર પસંદગી ઉતારી છે. ઇસુદાન ગઢવીના નામની જાહેરાત બાદ પંજાબના મુખ્યપ્રધાન ભગવંત માનથી માંડીને ગોપાલ ઇટાલિયા તેમજ આપના કાર્યકર્તાઓએ ઇસુદાનને અભિનંદન પાઠવ્યા હતા

29 ઓક્ટોબરે કેજરીવાલે લોકોને SMS, વોટ્સએપ, વોઈસ મેઈલ અને ઈ-મેલ દ્વારા પાર્ટીનો સંપર્ક કરવા અને રાજ્યમાં પાર્ટીના મુખ્યમંત્રી પદના ઉમેદવાર કોણ હોવા જોઈએ તે જણાવવા માટે લોકોને અપીલ કરી હતી. જેમાં લોકોએ પસંદગી ઈસુદાન ગઢવી પર ઉતારી છે.

આ પણ વાંચો : AAPએ 10 બેઠકો પર મુરતિયા ઉતાર્યા મેદાનમાં, કુલ 118 નામ જાહેર

મુખ્યમંત્રી પદની રેસમાં AAP નેતાઓમાં પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઇટાલિયા, રાષ્ટ્રીય મહાસચિવ ઇસુદાન ગઢવી અને મહાસચિવ મનોજ સોરઠિયાનો સમાવેશ થાય હતો.

Back to top button