ગુજરાતચૂંટણી 2022દક્ષિણ ગુજરાત

મનસુખ વસાવાએ પહેલા પુત્રી માટે ટિકિટ માંગી પછી કહ્યું, પાર્ટીનો નિર્ણય સર્વોપરી

Text To Speech

વિધાનસભાની ચૂંટણીની જાહેરાત થતા હવે ભાજપમાં કોને ઉમેદવાર તરીકે મેદાને ઉતારવા તેને લઈને રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે. ઘણાં બધા લોકો પાર્ટી પાસે ટીકિટની માંગણી કરી રહ્યા છે. ત્યારે આગામી વિધાનસભા ચૂંટણીમાં ભારતીય જનાતા પાર્ટીએ સગાવાદને દૂર રાખવા રાખવાનો મહત્વનો નિર્ણય લીધો છે. જે અંગે ગુજરાત પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડ નક્કી કર્યુ છે કે MP – MLA ના પરિવારને ટિકિટ નહીં આપવામાં આવે. જે બાદ નાંદોદ બેઠક પરથી ઉમેદવારી માટે દાવો કરનાર સાંસદ મનસુખ વસાવા અને તેમના પુત્રી પ્રીતિબેન વસાવાની ટિકિટ કપાઈ છે. જે મામલે સંસદે ટ્વીટ કરી ભાજપની ગુજરાત પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડના નિર્ણયને શિરોમાન્ય ગણી પાર્ટીના આદેશ મુજબ કામ કરવા તૈયારી બતાવી છે.

સાંસદ મનસુખ વસાવાએ તેમની પુત્રી માટે ટિકીટ માંગી

ગુજરાત વિધાનસભાની આગામિ ચૂંટણીને લઈને સજ્જ છે. ત્યારે હવે ટૂકં સમયમાં ઉમેદવારોના નામની યાદી જાહેર કરવામાં આવશે. ત્યારે ઉમેદવારોના નામની યાદી જાહેર થતા પહેલા નાંદોદ બેઠક પરથી ઉમેદવારી માટે દાવો કરનાર સાંસદ મનસુખ વસાવાએ તેમના માટે તેમજ તેમની પુત્રી માટે ટિકીટની માંગણી કરી હતી. ત્યારે પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડે MP-MLAને ટિકિટ ન આપવાનો નિર્ણય લીધો છે.

આ પણ વાંચો: ભાજપની પાર્લામેન્ટરી બોર્ડની બેઠકમાં આજે 47 બેઠકના કેન્ડિડેટ અંગે ચર્ચા કરાશે, પ્રથમ દિવસે 58 સીટના ઉમેદવાર અંગે ચર્ચા કરાઈ

પક્ષનો નિર્ણય શિરોમાન્ય ગણી ટ્વીટ કર્યુ

જે બાદ મનસુખ વસાવાએ ટ્વીટ કરી ભાજપની ગુજરાત પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડના નિર્ણયની કાર્યકરોને જાણ કરી હતી અને જે બાદ પક્ષનો નિર્ણય શિરોમાન્ય ગણી પાર્ટીના આદેશ મુજબ કામ કરવા તૈયારી બતાવી છે. ત્યારે આ અંગે વસાવાએ જણાવ્યુ હતુ કે પક્ષ જેને પણ ઉમેદવાર નક્કી કરશે તેને જીતાડવાના કામે લાગી જઈશું અને અન્ય કાર્યકરોને પણ આ કામમાં લાગી જવાની સલાહ આપી છે.

Back to top button