વધતા પ્રદૂષણ વચ્ચે કાલથી દિલ્હીની પ્રાથમિક શાળાઓ બંધ, ઓનલાઈન વર્ગો શરુ
વધી રહેલા પ્રદૂષણના કારણે દિલ્હી-NCRની સ્થિતી દૈનિય બની છે. જેને જોતા અરવિંદ કેજરીવાલે મોટો નિર્ણય લીધો છે. અરવિંદ કેજરીવાલે શુક્રવારે એક પ્રેસ કોન્ફરન્સમાં જાહેરાત કરી હતી કે દિલ્હીની પ્રાથમિક શાળાઓ આવતીકાલથી આગામી આદેશ સુધી બંધ રહેશે. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કહ્યું કે ઉત્તર ભારતને પ્રદૂષણથી બચાવવા માટે કેન્દ્રએ વિશેષ પગલાં લેવાની જરૂર છે.
દિલ્હીમાં હવાની ગુણવત્તા કથળી
દિલ્હી-એનસીઆરમાં હવાની ગુણવત્તા દિવસેને દિવસે કથળી રહી છે. થોડા જ દિવસોમાં આખી દિલ્હી-NCR ગેસ ચેમ્બર બની ગઈ છે અને લોકોને શ્વાસ લેવામાં તકલીફ થઈ રહી છે. ત્યારે વહેલી સવારે શાળાએ જતા બાળકોને પ્રદૂષિત હવાથી સૌથી વધુ જોખમ રહેલું છે જેને લઈને અરવિંદ કેજરીવાલે કહ્યું કે જ્યાં સુધી સ્થિતિ સુધરે નહીં ત્યાં સુધી દિલ્હીમાં પ્રાથમિક શાળાઓ બંધ રહેશે. ઓડ-ઈવન પર પણ વિચાર કરવામાં આવી રહ્યો છે. જો જરૂરી હોય તો, ઓડ-ઇવન લાગુ કરી શકાય છે. અમે અમારા શ્રેષ્ઠ પ્રયાસો કરીશું કે કોઈપણ બાળકને કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો ન પડે.
આ પણ વાંચો:IT તપાસમાં મોટો ખુલાસો, AAPએ હવાલાથી 20 કરોડ ગુજરાતમાં મોકલ્યા !
નોઈડામાં પ્રાથમિક શાળાઓ બંધ
બગડતી હવાની ગુણવત્તાને ધ્યાનમાં રાખીને, નોઈડા અને ગ્રેટર નોઈડાની પ્રાથમિક શાળાઓ બંધ કરવાનો નિર્ણય લીધો છે. અને ઓનલાઈન વર્ગો શરૂ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. શાળાઓ આવતીકાલથી આગામી આદેશ સુધી બંધ રહેશે ત્યાં સુધી બાળકોને ઓનલાઈન ભણાવવા માટે કહેવામાં આવ્યું છે. તે જ સમયે, જો શક્ય હોય તો, 9થી 12 ધોરણના બાળકોને પણ ઓનલાઈન ક્લાસ આપવાની સલાહ આપવામાં આવી છે.