કચ્છ - સૌરાષ્ટ્રગુજરાત

મોરબી પાલિકાના ચીફ ઓફિસરને રાજકોટના પૂર્વ સાંસદે ફટકારી લીગલ નોટીસ, જાણો કેમ ?

મોરબીમાં ઝુલતો પુલ તૂટી પાડવાના બનાવમાં પાલિકાના ચીફ ઓફિસરને રાજકોટના ભૂતપૂર્વ એમ.પી.એ લીગલ નોટીસ આપી છે અને ઝૂલતા પુલના કરારની સંપૂર્ણ માહિતી તેમજ કોની શું જવાબદારી હતી તેને લગતી માહિતી ચાર દિવસમાં માંગવામાં આવી છે અને જો માહિતી નહીં આપવામાં આવે તો કોર્ટમાં ન્યાય માટે જવાની ચીમકી ઉચ્ચારી છે આટલું જ નહીં મૃતકોને એકથી લઈને પાંચ કરોડ સુધી અપાવવા માટે થઈને તેઓ દ્વારા આ નોટિસ આપવામાં આવી હોવાનું તેમણે જણાવ્યુ છે.

મૃતક તમામ રૂ.એકથી રૂ.પાંચ કરોડનું વળતર મેળવવા હકદાર

રાજકોટના ભૂતપૂર્વ એમ.પી. રામજીભાઈ બી. માવાણીએ મોરબી પાલિકાના ચીફ ઓફિસરને લીગલ નોટીસ આપીને દેશની પ્રાચીન ધરોહર સમાન મોરબીનો ઝુલતો પુલ જે ગત તા.૩૦/૧૦/૨૦૨૨ રવિવારના રોજ માનવીય ભુલ કે બેદરકારીને કારણે નદીમા પડી ગયેલ છે. આ અકસ્માતમા આશરે ૧૩૫ લોકોના મોત થયા છે તેમજ ઘણા લોકોને ઇજા થયેલ છે ત્યારે આ અકસ્માતની સંપૂર્ણ જવાબદારી પુલની દેખરેખ રાખનાર અને મુલાકાતીઓને ટિકીટની કિંમત વસુલ લઈ સેવા આપનાર કંપની ઓરેવા ગ્રુપની છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા અમલમા મુકવામા આવેલા નવા ગ્રાહક સુરક્ષા ધારા – ૨૦૧૯ ની જોગવાઈઓ પ્રમાણે આ અકસ્માતમાં મૃત્યુ પામનાર દરેક નાગરીક નુકશાની વળતર તરીકે તેઓની ઉંમર, આવક અને શૈક્ષણિક લાયકાતના અનુસંધાનમાં રૂપિયા એક કરોડથી રૂપિયા પાંચ કરોડ સુધી આર્થિક વળતર મેળવવા અધિકૃત અને હકકદાર છે.

લીગલ નોટીસ ફટકારી કઈ માહિતી માંગવામાં આવી ?

જાહેર હિતની ન્યાયીક પ્રક્રિયા માટે પાલિકાના ચીફ ઓફિસરને લીગલ નોટિસ આપીને માહિતી માંગવામાં આવી છે જેમાં ઓરેવા ગ્રુપને પ્રથમ અને બીજી વખત પુલની સાર-સંભાળ રાખવાનો કોન્ટ્રાક કયારે અપાયેલ છે ? આવો કોન્ટ્રાક અપાતા પહેલા રાજય સ૨કા૨ના કોઈ વિભાગની રજા લેવામા આવેલ છે કે નહીં ? કોન્ટ્રાક અપાતા પહેલા કોઈ ટ્રેન્ડર પ્રક્રિયા કરવામા આવેલ છે કે નહીં ? આવા કોન્ટ્રાકની કોઈ સમય મર્યાદા નકકી કરવામા આવેલ છે કે કેમ ? ઓરેવા ગ્રુપ સાથે તંત્ર દ્વારા કોન્ટ્રાક સંબધે કોઈ પણ પ્રકારના લેખીત એમ.ઓ.યુ./કરાર કરવામા આવેલ છે કે કેમ ? ઝુલતો પુલ ૧૦૦ વર્ષ જુનો હોવાથી તેમની જાળવણીની અને મુલાકાતીઓની સલામતીની વ્યવસ્થા માટે પુલને સલામત રાખવા નિષ્ણાંતો દ્વારા ચેકીંગ અને ફીટનેશ રિપોર્ટ અને સુધારા વધારા કરવા કરારમા કોઈ જોગવાઈ કરવામા આવેલ છે કે નહીં ? પુલ સંભાળનાર ઓરેવા ગ્રુપ દ્વારા આ સંબધે સંબધકર્તાઓને યોગ્ય માહિતી સમયસર આપવા કોઈ જોગવાઈ ક૨વામાં આવેલ છે કે નહીં ? પુલની મુલાકાત લેનાર નાગરીકો પ્રવેશ માટે ટિકીટની કિંમત ચુકવીને પુલની મુલાકાત લેતા હતા. પુલ ઉપર એકસાથે કેટલા મુલાકાતીઓ જઈ શકે તેવી વ્યવસ્થા હતી ? અકસ્માત વખતે કેટલા મુલાકાતીઓ હતા ? મુલાકાતીઓને પુલની ઉપર જવા પહેલા સલામતી માટે કોઈ ઝેકેટ આપવામા આવતા હતા કે કેમ ? ઝુલતા પુલની કામગીરી સંભાળનાર ઓરેવા ગ્રુપે પોતાની ભવિષ્યની આર્થિક જવાબદારીઓ સંભાળવા કોઈ બેંક ગેરંટી કે બોન્ડ મોરબી નગરપાલીકા કે ગુજરાત સરકારને આપેલ છે કે કેમ ? ઝુલતો પુલ દેશની પ્રાચીન ધરોહર છે. જેથી તેમને જુની યથાવત સ્થિતીમા પાછો ઉભો ક૨વો અત્યંત જરૂરી છે. તો આવા સંજોગોમા પુલને ફરીથી ચાલુ કરવાની જવાબદારી મોરબી નગરપાલીકાની કે ઓરેવા ગ્રુપ કંપનીની થાય છે ? મોરબીનો જુલતો પુલ ફરીથી ચાલુ થાય તે સંબધે પણ કાયદાકીય કાર્યવાહી ન્યાયની અદાલતોમા ક૨વાના છીએ.

જયસુખ પટેલ સિવાય કંપનીમાં કેટલા ભાગીદાર હતા ?

ઝુલતો પુલ સંભાળનાર ઓરેવા ગ્રુપ ઓફ કંપનીના એમ.ડી. જયસુખભાઈ પટેલ સિવાય કંપનીમા કેટલા ભાગીદારો છે ? અને તેઓના નામ, સ૨નામા, સંપર્ક સુત્રો, મોબાઈલ નંબર, ઈમેલ એડ્રેસ, આધારકાર્ડ, ચુંટણીકાર્ડ ગ્રાહક અદાલતમા કાયદાકીય કાર્યવાહી કરવા માટે માંગવામાં આવેલ છે તેમજ ઝુલતો પુલ સંપુર્ણ રીતે ધરાશાયી થઈ ગયો છે. ૧૩૫ નિદોર્ષ નાગરીકો મૃત્યુ પામ્યા છે. મોટી સંખ્યામા નાગરીકો ઈજા પામ્યા છે. આવા સંજોગોમાં પુલના સંપૂર્ણ માલીક મો૨બી નગરપાલીકા દ્વારા કાયદાકીય કાર્યવાહી ન કરવા અને મૌન રહેવા પાછળ કોઈ કારણો ખરા ? સાંસ્કૃતિક મેળાઓમા નાની ચકરડી અને યાંત્રિક રાઈડસ (ફજરફારકા) માટે ગુજરાત સરકારના નિષ્ણાંત અધિકારીઓ દ્વારા ફિટનેશ સીર્ટીફીકેટ અપાયા પછીજ યાંત્રિક રાઈડસને ચાલુ કરવામા આવે છે. જયારે સદીઓ પુરાના ઝુલતા પુલની સલામતીની કોઈ પણ પ્રકારની ચકાસણી નિષ્ણાંતો દ્વારા કેમ ક૨વામા આવેલ નથી. પુલ રીપેરીંગ કરવા સંબધે ઓરેવા ગ્રુપ દ્વારા ૨જુ ક૨વામા આવેલા ખર્ચાઓ ખોટી હોવાની વાત ખરી છે કે કેમ ?

Back to top button