ગુજરાતની ચૂંટણી જાહેર થતા PM મોદી આ તારીખથી પ્રચારકાર્ય આરંભશે
ગુજરાતની ચૂંટણી જાહેર થતા PM મોદી 6 તારીખથી પ્રચારકાર્ય આરંભશે. જેમા ભાવનગરમાં સમૂહલગ્નમાં ઉપસ્થિત રહેશે. તેમજ પહેલા તબક્કે મતદાન ધરાવતા દક્ષિણ ગુજરાત- સૌરાષ્ટ્રની મુલાકાત લેશે. અને ભાજપ દ્વારા વિશાળ સભાના આયોજનની તૈયારીઓ શરૂ કરી દેવાઈ છે.
આ પણ વાંચો:ગુજરાતની ચૂંટણીમાં ભાજપ આ વખતે મહિલાઓને વધુ ટિકિટ આપશે, જાણો શું છે કારણ
6ઠ્ઠી નવેમ્બરને રવિવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરીથી ગુજરાતના પ્રવાસે
ગુજરાત વિધાનસભાની ચૂંટણી આજે જાહેર થઈ છે. જેમાં ચૂંટણી જાહેર થતા 6ઠ્ઠી નવેમ્બરને રવિવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરીથી ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. ચૂંટણી જાહેર થયા બાદ હવે ગુજરાતમાં ભાજપના પ્રચારની શરૂઆત તેઓ વલસાડના કપરાડા તાલુકામાંથી કરશે. જ્યાં ભાજપ દ્વારા વિશાળ સભાના આયોજનની તૈયારીઓ શરૂ કરી દેવાઈ છે.
આ પણ વાંચો: ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં ECની નવી પહેલ, આ લોકો ઘરેથી કરશે મતદાન
PM ભાજપના પ્રચાર અભિયાનની આગેવાની લેશે
રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી બે તબક્કે થશે. જેમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર ક્ષેત્રની બેઠકો માટે પ્રથમ તબક્કે મતદાન થતુ રહ્યુ છે. આ વેળાએ પણ એ જ પેટર્નથી બે તબક્કે મતદાન થઇ રહ્યું છે. આથી, વડાપ્રધાન મોદી ભાજપના પ્રચાર અભિયાનનો આરંભ પણ દક્ષિણ ગુજરાતના વલસાડથી અને સૌરાષ્ટ્રમાં ભાવનગર તેમજ સુરેન્દ્રનગર જિલ્લામાંથી કરશે. 6ઠ્ઠી નવેમ્બરને રવિવારે મોદી ભાવનગરમાં સ્થાનિક સંસ્થા દ્વારા આયોજીત સમુહલગ્નમાં ઉપસ્થિત રહેશે અને નવયુગલોને આર્શિવાદ આપશે. ત્યારબાદ તેઓ સુરેન્દ્રનગર જિલ્લામાં ચૂંટણી સભાને સંબોધશે. બાદમાં ગાંધીનગરમાં રોકાણ કરીને દિલ્હી પરત જશે. ઉલ્લેખનિય છે કે, ચૂંટણી પૂર્વે વડાપ્રધાન મોદીએ સરકારી કામોના લોકાપર્ણ અને ઉદ્દઘાટનોના કાર્યક્રમોથી નાગરીકોને સંબોધન કર્યુ હતુ. હવે તેઓ ભાજપના પ્રચાર અભિયાનની આગેવાની લેશે.