લો બોલો, 32 રાજકીય પાર્ટીઓએ ચૂંટણી ખર્ચ અને ઓડિટ રિપોર્ટ જમા કરાવ્યા જ નથી
રાજ્યમાં ત્રણ લોકલ બોડીની ચૂંટણી અને વિધાનસભાની ચૂંટણી પુરી થયા પછી સ્ટેટ ઈલેક્શન કમિટીએ વારંવાર રિમાઈન્ડર કર્યા પછી પણ રાજકીય પાર્ટીઓએ ઓડિટ રિપોર્ટ જમા કરાવ્યા નથી. એટલું જ નહીં પરંતુ વિસ્તૃત ખર્ચનું સ્ટેટમેન્ટ પણ આપવાની તસ્દી લીધી નથી. એક આરટીઆઈ કાર્યકરે કરેલી આરટીઆઈમાં આ વિગતો ખૂલી છે. 2015થી 32 રાજકીય પાર્ટીઓ તરફ ચૂંટણી પંચે ધ્યાન આપ્યું નથી. નવેમ્બર, 2012માં ચૂંટણી પંચે મતદાનના થોડા દિવસ અગાઉ રાજકીય પાર્ટીઓને રજિસ્ટર કરાવવા અને તેમના ચૂંટણી ખર્ચની વિગતો તથા ઓડિટ રિપોર્ટ આપવા કહ્યું હતું. અન્યથા કડક પગલાંની જાહેરાત પણ કરી હતી.
આ પણ વાંચો: ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં ECની નવી પહેલ, આ લોકો ઘરેથી કરશે મતદાન
કડક કાર્યવાહી કરવાની ચીમકી આપતા 11 પાર્ટીઓએ રિપોર્ટ જમા કરાવ્યા
આરટીઆઈ કાર્યકરે કહ્યું કે 30 કે તેથી વધુ રાજકીય પાર્ટીઓએ ચૂંટણી ખર્ચ કે ઓડિટ રિપોર્ટ ફાઈલ કર્યા નથી. કારણ કે ચૂંટણી પંચે ચૂંટણી ખર્ચ કે ઓડિટ રિપોર્ટ જમા કરાવવાની છેલ્લી કોઈ તારીખ નક્કી કરી નહોતી. આ આરટીઆઈ કરવા પાછળનો હેતુ એ હતો કે લોકો જાણે કે રાજકીય પાર્ટીઓ ચૂંટણી પંચના નિયમનો કેવી રીતે ભંગ કરે છે. ચૂંટણી પંચ દ્વારા તમામ પાર્ટીઓને હિસાબોનો રિપોર્ટ જમા કરાવવા માટે અનેક વખત રિમાઇન્ડર કરાવવામાં આવ્યા હતા. તેમ છતાં કોઈ પક્ષ ગાંઠતો ન હતો. આખરે કડક કાર્યવાહી કરવાની ચીમકી આપતા 11 પાર્ટીઓએ રિપોર્ટ જમા કરાવ્યા હતા.
આ પણ વાંચો: ગુજરાતની ચૂંટણીમાં ભાજપ આ વખતે મહિલાઓને વધુ ટિકિટ આપશે, જાણો શું છે કારણ
આપે 909 ઉમેદવાર માટે નોમિનેશન્સ ફાઈલ કર્યા
2021માં મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી દરમિયાન ભાજપે 2,234 નોમિનેશન્સ અને કોંગ્રેસે 1,284 નોમિનેશન્સ ફાઈલ કર્યા હતા. ઉપરાંત 663 અપક્ષ ઉમેદવારોએ 404 નોમિનેશન્સ ફાઈલ કર્યા હતા. જ્યારે નગરપાલિકાની ચૂંટણીમાં ભાજપે 4,214 ઉમેદવારો માટે નોમિનેશન્સ અને કોંગ્રેસે 3,081 નોમિનેશન્સ
તથા આપે 909 ઉમેદવાર માટે નોમિનેશન્સ ફાઈલ કર્યા હતા.