ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં ECની નવી પહેલ, આ લોકો ઘરેથી કરશે મતદાન
ગુજરાત વિધાનસભા ચૂંટણીની તારીખ હવે જાહેર થઈ ગઇ છે, ત્યારે લોકશાહીના ઉત્સવમાં કોઈ પણ પુખ્ત વ્યક્તિ મતદાનની વંચિત ન રહે તે માટે ચૂંટણી પંચ દ્વારા વૃદ્ધો તેમજ દિવ્યાંગજનોને ઘરે બેઠા મતદાન કરવાની સુવિધા આપવામાં આવી છે. ત્યારે આ વખતે સિનિયર સિટીઝન અને દિવ્યાંગજન ઘરે બેઠા પણ વોટીંગ કરી શકશે. આ ચૂંટણીમાં ગુજરાતમાં આ પ્રકારે પ્રથમ વખતે મતદાન થશે .જેમાં ઘરે બેઠા બેલેટ પેપરથી મતદાન કરી શકાશે.
13 લાખથી વધુ મતદારોને આ વ્યવસ્થાનો લાભ મળશે
આ નિર્ણયને અમદાવાદના સૈજપુરમાં રહેતા 96 વર્ષીય સીનીયર સીટીઝન મણિલાલ પટેલે આવકારી રાજ્ય સરકાર અને વડાપ્રધાનનો આભાર પણ માન્યો હતો. સાથે જ તેમનું જણાવ્યું હતું કે જે વૃદ્ધોને મતદાન કેન્દ્રો સુધી જવાની તકલીફ પડે છે તેમના માટે આ ખૂબ જ સારી સુવિધા છે. આ નિર્ણય ગુજરાત રાજ્ય ચૂંટણી પંચ દ્વારા કરવામાં આવ્યો છે. જેનો સીધો લાભ 80 વર્ષથી ઉપરના સિનિયર સિટીઝન અને દિવ્યાંગજનને થશે. એક આંકડા પ્રમાણે 182 બેઠકોમાં 13 લાખથી વધુ મતદારોને આ વ્યવસ્થાનો સીધો લાભ મળશે અને તેઓ ઘરે બેસીને મતદાન કરી શકશે. અગાઉ આ પ્રકારનો નિર્ણય પંજાબ, ગોવા, મણીપુર અને તેલંગાણામાં કરાયો હતો અને તે બાદ હવે ગુજરાતમાં પ્રથમ વખત આ પ્રકારે સિનિયર સિટીઝન અને દિવ્યાંગજન ઘરે બેસીને મતદાનની વ્યવસ્થાનો નિર્ણય જાહેર કરવામાં આવ્યો છે .
દિવ્યાંગોએ રાજ્ય ચૂંટણી પંચના આ નિર્ણયને આવકાર્યો
આ વખતે ગુજરાતમાં પણ આ જ વ્યવસ્થા ઉભી કરવાની જાહેરાતને લઈને સિનિયર સીટીઝન સાથે દિવ્યાંગજનોમાં પણ મતદાનને લઈને એક ઉત્સાહ જોવા મળ્યો હતો. કારણ કે કેટલાક દિવ્યાંગો એવા છે કે જેઓને બહાર નીકળવું હોય કે મતદાન કરવા જવું હોય તો પણ ઘણી મુશ્કેલીનો સામનો કરીને મતદાન મથક સુધી જવું પડતું હોય છે. આવા દિવ્યાંગોએ રાજ્ય ચૂંટણી પંચના આ નિર્ણયને આવકાર્યો હતો.
આયોજન ચૂંટણી પંચ દ્વારા શરૂ કરી દેવાયું
આંકડાકીય માહિતી ઉપર નજર કરીએ તો રાજ્યની 182 વિધાનસભા બેઠકમાં 80 વર્ષથી વધુ ઉમરના કુલ 9,01,513 મતદારો છે, જ્યારે જ્યારે દિવ્યાંગ મતદાર 4,04,802 છે. આમ કુલ 13,06,315 મતદારો ઘરે બેઠા પોસ્ટલ પેપરથી મતદાન કરી શકશે. જે માટેનું આયોજન ચૂંટણી પંચ દ્વારા શરૂ કરી દેવાયું છે.