ઉત્તર ગુજરાતગુજરાતચૂંટણી 2022

આચારસંહિતા : ચૂંટણી જાહેર થતાં જ બનાસકાંઠામાં હોર્ડિંગ્સ ઉતારવાનું શરૂ

Text To Speech

પાલનપુર : ભારતના ચૂંટણી પંચે ગુજરાત વિધાનસભાની ચૂંટણીનો કાર્યક્રમ આજે જાહેર કર્યો હતો. હવે આગામી 1 ડિસેમ્બર અને 5 ડિસેમ્બર એમ બે દિવસો દરમિયાન બે તબક્કામાં ગુજરાત વિધાનસભાની ચૂંટણી યોજવાની જાહેરાત કરવામાં આવી છે.

આદર્શ આચારસંહિતાનો અમલ શરૂ થઈ ગયો

ત્યારે ચૂંટણીપંચની આદર્શ આચારસંહિતાનો અમલ હવે શરૂ થઈ ગયો છે. જેમાં બનાસકાંઠા જિલ્લાના ડીસા, પાલનપુર, થરાદ, કાંકરેજ, ધાનેરા, ભાભર, સહિતના પાલિકા વિસ્તાર અને ગ્રામ્ય કક્ષાએ મતદારોને પ્રભાવિત કરતા રાજકીય નેતાઓના હોર્ડિંગ્સ ઉતારવાનું તંત્ર દ્વારા શરૂ કરવામાં આવ્યું છે. જ્યારે મંત્રીઓ કે બીજા સત્તાધારી પક્ષની તરફેણમાં મતદારોને પ્રભાવિત કરે તેવા કોઈપણ રૂપમાં હવે નાણાકીય ગ્રાંટ કે તેના વચનોની જાહેરાત નહીં કરી શકે. જ્યારે સરકારી વાહનોનો પણ તેઓ હવે ઉપયોગ કરી શકશે નહીં.

આચારસંહિતા -humdekhengenews

વિશ્રામ ગૃહમાં રાજકીય પ્રવૃતિઓ પર રોક

ભારતના ચૂંટણી પંચની આદર્શ આચાર સંહિતાના પગલે જિલ્લામાં આવેલા વિશ્રામ ગૃહ, ડાક બંગલા અને સરકારી રહેણાંકનો ઉપયોગ પણ હવે કોઈપણ પક્ષનો ઉમેદવાર પ્રચાર કે ચૂંટણી વિષયક હેતુ માટે કરી શકશે નહીં. રાજકીય પક્ષોને મિટિંગ માટે પણ હવે વિશ્રામ ગૃહમાં મંજૂરી નહીં મળે.

આ પણ વાંચો : બનાસકાંઠા : ડાવસના તલાટીને ગાડીની ટક્કરે જાનથી મારી નાખવાનો પ્રયાસ

Back to top button