બિઝનેસ

1 નવેમ્બરથી પેટ્રોલ-ડીઝલ સસ્તું ન થવા પર પેટ્રોલિયમ મંત્રીએ આપ્યું આ કારણ

મીડિયા રિપોર્ટ્સ અનુસાર 1 નવેમ્બરથી અનેક નવા નિયમો બદલાતા ગેસના ભાવ અને પેટ્રોલના ભાવ ઘટવાની માહિતી મળી હતી. જેમાં ઓઈલના ભાવમાં 40 પૈસા પ્રતિ લીટર સુધીના કાપની અંગેનો મીડિયા રિપોર્ટમાં ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. જે બાદ એવો પણ દાવો પણ થયો હતો કે પેટ્રોલ ડીઝલના ભાવમાં લીટરે રુ. 2 સુધીનો ઘટાડો થશે. તેમ છત્તા 1લી નવેમ્બરના રોજ પેટ્રોલ-ડીઝલના ભાવમાં કોઈ જાતનો ઘટાડો થયો ન હતો. આ દરમિયાન ક્રૂડ ઓઈલના ભાવમાં રેકોર્ડ લેવલનો ઘટાડો નોંધાયો પરંતુ ઘર આંગણે પેટ્રોલ ડીઝલના ભાવમાં કોઈ જાતનો ફેરફાર જોવા મળ્યો નથી.

ત્યારે 1લી નવેમ્બરથી પેટ્રોલ ડીઝલના ભાવમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર ન થતા લોકોને ઝટકો લાગ્યો હતો. ત્યારે આ અંગે પેટ્રોલિયમ મંત્રીએ આ અંગેનો ખુલાસો કર્યો છે.

પેટ્રોલિયમ મંત્રીએ કર્યો ખુલાસો

પેટ્રોલિયમ મંત્રી હરદીપ સિંહ પુરીએ કહ્યું કે જાહેર ક્ષેત્રની પેટ્રોલિયમ કંપનીઓને ડીઝલ પર હજુ પણ ચાર રૂપિયા પ્રતિ લીટરનું નુકસાન થઈ રહ્યું છે. તેમણે એમ પણ કહ્યું કે પેટ્રોલ પર કંપનીઓનો માર્જિન સકારાત્મક થયો છે. આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલના ભાવમાં ઘટાડા બાદ પેટ્રોલ ડીઝલના ભાવમાં કાપ ન મુકવા અંગે તેમણે કહ્યું કે સરકારી ઓઈલ કંપનીઓને રશિયા યુક્રેન યુદ્ધ દરમિયાન ખુબ નુકસાન થયું છે.

નુકસાન બદલ ઓઈલ કંપનીઓને સહાય કરાતા ભાવ ના ઘટ્યા

કેન્દ્રીય મંત્રી હરદીપ સિંહ પુરીએ કહ્યું કે તેમનું મંત્રાલય ત્રણ રિટેલ ઈંધણ વિક્રેતાઓ- ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન (IOC), ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ (BPCL) અને હિન્દુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ (HPCL)ને થયેલા નુકસાન બદલ સહાયતાની માંગણી કરશે. આ કંપનીઓએ મોંઘવારીને પહોંચી વળવામાં સરકારની મદદ માટે રશિયા-યુક્રેન યુદ્ધના કારણે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલ ખુબ મોંઘુ થઈ ગયું હતું છતાં પેટ્રોલ અને ડીઝલના ભાવ વધાર્યા નહતા.

આ પણ વાંચો:1 નવેમ્બરથી થવા જઈ રહ્યા છે આ 5 મોટા ફેરફાર, જાણો-ખિસ્સા પર કેટલી થશે અસર?

19,000 કરોડથી વધુની થઈ હતી ખોટ 

ઓઈલ માર્કેટિંગ કંપનીઓ (OMC) ને હજુ પણ ડીઝલ પર ખોટ જઈ રહી છે. હાલ ડીઝલ પર લગભગ 27 રૂપિયા પ્રતિ લીટર છે. પરંતુ વાસ્તવિક કેશ ખોટ લગભગ 3-4 રૂપિયા પ્રતિ લીટર છે. 3 રિટેલ ઈંધણ વિક્રેતાઓને એપ્રિલ-જૂન ત્રિમાસિકમાં 19,000 કરોડ રૂપિયાથી વધુની શુદ્ધ ખોટ ગઈ છે. એવો અંદાજો છે કે આ કંપીઓને સપ્ટેમ્બર ત્રિમાસિકમાં પણ નુકસાન થશે.

Back to top button